આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

અત્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે લોકોને પીવાના પાણીની કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયાએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઇ વડગામના ગામોથી શરૂ કરી દાંતીવાડા ડેમ અને પાંથાવાડા ફિલ્ટર પ્લાન્ટ તથા વાવ-થરાદ તાલુકાના અંતરીયાળ ગામોમાં પીવાના પાણીની વ્યવસ્થાના જાત નિરીક્ષણ માટે વિવિધ ગામોના ફિલ્ટર પ્લાન્ટોની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતું. મંત્રીએ આજે બીજા દિવસે દાંતીવાડા ડેમથી શરૂ કરી પાંથાવાડાના ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લઇ વાવ તાલુકાના કુંભારડી અને દેવપુરા હેડવર્કસ ફિલ્ટર પ્લાન્ટ, દિયોદર તાલુકાના સામલા હેડવર્કસ અને કાંકરેજ તાલુકાના રાણકપુર હેડવર્કસ ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લઇ આગેવાનો સાથે ચર્ચા કરી જિલ્લામાં પીવાના પાણીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગ્રામજનોની મુલાકાત પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, પીવાનું પાણી લોકોના ઘર ઘર સુધી પહોંચે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે પાણીદાર આયોજન કર્યુ છે. પરિણામે આજે લોકોને ઘર સુધી નળ મારફત પીવાનું પાણી આપી શકાય છે. તેમણે કહ્યું કે, ગઇકાલ અને આજે મેં બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોના ગામોની મુલાકાત લઇ પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટનું નિરીક્ષણ કર્યુ છે. બનાસકાંઠા જિલ્લામાં અંતરીયાળ વિસ્તારો સુધી પીવાના પાણીની સુચારૂ વ્યવસ્થા ઉપલબ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતું. મંત્રી બાવળીયાએ કહ્યું કે ફિલ્ટર પ્લાન્ટમાં જ્યાં પણ પાણીને લગતી સમસ્યાઓ છે તેનું સત્વરે નિરાકરણ લાવવામાં આવશે. આ માટે પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓને સુચના પણ આપવામાં આવી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મંત્રીની મુલાકાત પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ, પાણી પુરવઠાના મુખ્ય ઇજનેર પ્રકાશ શાહ, કાર્યપાલક ઇજનેર એમ.એમ.ગુપ્તા, અગ્રણીઓ સર્વ નટુભાઇ ચૌધરી, મેરૂજી ધુંખ, નરેન્દ્રભાઇ જોષી, પાણી પુરવઠાના અધિકારી બુંબડીયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

26 May 2020, 3:02 AM (GMT)

COVID-19 Global Stats

5,588,356 Total Cases
347,873 Death Cases
2,365,719 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code