મુલાકાત@ગુજરાત: રાષ્ટ્રપતિ કોવિંદ 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ દરમ્યાન રાષ્ટ્રપતિ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન પણ કરવાના છે. રાષ્ટ્રપતિની મુલાકાતને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિના આગમનના પગલે ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં 2 SP,
 
મુલાકાત@ગુજરાત: રાષ્ટ્રપતિ કોવિંદ 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ દરમ્યાન રાષ્ટ્રપતિ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન પણ કરવાના છે. રાષ્ટ્રપતિની મુલાકાતને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિના આગમનના પગલે ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં 2 SP, 6 DYSP, 15 PI સહિત 400 પોલીસ કર્મચારી અધિકારીઓ ગાંધીનગર મહાત્મા મંદિર અને રાજ ભવન વચ્ચે સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 23 ફેબ્રુઆરીએ અમદાવાદ એરપોર્ટથી સીધા રાજભવન જશે. રાજભનવથી સાંજે પાંચ વાગ્યે મહાત્મા મંદિર પરિસરમાં પ્રદર્શન કક્ષમાં સેન્ટ્રલ યૂનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તે બાદ રાષ્ટ્રપતિ પરત રાજભવન ફરશે અને રાત્રિ રોકાણ કરશે. 24 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરશે અને ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ નીહાળશે. તે બાદ રાષ્ટ્રપતિ સીધા અમદાવાદ એરપોર્ટ રવાના થશે અને ત્યાથી દિલ્હી જશે.

મુલાકાત@ગુજરાત: રાષ્ટ્રપતિ કોવિંદ 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરશે
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સેન્ટ્રલ યૂનિવર્સિટીના પદવીદાન સમારંભની તૈયારીઓ કરવામાં આવી છે. સેન્ટ્રલ યૂનિવર્સિટીના 244 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિના હસ્તે પદવી એનાયત કરવામાં આવશે. નોંધનિય છે કે, આજે મોટેરા સ્ટેડિયમમાં પ્રેક્ટિસમાં કેપ્ટન વિરાટ કોહલી, ડેપ્યુ. કેપ્ટન અજિંકય રહાણે, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ઇજામાંથી મુકત થલેલા ઉમેશ યાદવ સહિતના ખેલાડીઓએ ભાગ લીધો હતો. અમદાવાદમાં દિવસમાં હવે ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદમાં નવા મોટેરા સ્ટેડિયમમાં દેશની બીજી ડે-નાઇટ ટેસ્ટ પિંક બોલ મેચ રમાશે.