આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠાના ડીસામાં ૧ર ફેબ્રુઆરીએ દિપક હોટલથી બગીચા રોડ ઉપર ગાયના વાછરડાનું કંકાલ મળી આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠયો છે. જોકે આ સમગ્ર બાબતમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. આ કંકાલના કારણે ત્યાંથી પસાર થતા અનેક વાહનચાલકો મોઢા ઉપર રૂમાલ બાંધીને પસાર થવા પર મજબુર બન્યા છે. મહત્વનું છે કે, નગરપાલિકાના સી.સી.ટી.વી. કેમેરા માર્ગ ઉપર લગાવેલા હોવા છતાં પણ કોણ અહીં કંકાલ મુકી ગયુ તે તપાસનો વિષય છે. જોકે તાત્કાલિક ધોરણથી આ વાછરડાના કંકાલને દુર કરવા સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code