વિસનગર તાલુકાના 6152 ખેડૂતોને 4.12 કરોડની સહાય ચુકવાઈ

અટલ સમાચાર, મહેસાણા રાજ્ય સરકાર દ્વારા લોકસભાની ચૂટણી પુર્વે ખેડૂતોના આક્રોષને ઓછો કરવા પ્રયાસો હાથ ધરાયા છે. અને અછતગ્રસ્ત તાલુકાના ખેડૂતોને તેમજ પશુપાલકોને સહાય ચુકવણી પ્રક્રીયા હાથ ધરવામાં આવા છે. વિસનગર તાલુકા પંચાયત દ્વારા 21 ગામોમાં 6152 ખેડૂતોના ખાતામાં 4.12 કરોડની ઇનપુટ સબસીડી જમા કરાવી દેવામાં આવશે તેમ તાલુકા વિકાસ અધિકારીએ મિડીયા સમક્ષ જણાવ્યું હતું.
 
વિસનગર તાલુકાના 6152 ખેડૂતોને 4.12 કરોડની સહાય ચુકવાઈ

અટલ સમાચાર, મહેસાણા

રાજ્ય સરકાર દ્વારા લોકસભાની ચૂટણી પુર્વે ખેડૂતોના આક્રોષને ઓછો કરવા પ્રયાસો હાથ ધરાયા છે. અને અછતગ્રસ્ત તાલુકાના ખેડૂતોને તેમજ પશુપાલકોને સહાય ચુકવણી પ્રક્રીયા હાથ ધરવામાં આવા છે. વિસનગર તાલુકા પંચાયત દ્વારા 21 ગામોમાં 6152 ખેડૂતોના ખાતામાં 4.12 કરોડની ઇનપુટ સબસીડી જમા કરાવી દેવામાં આવશે તેમ તાલુકા વિકાસ અધિકારીએ મિડીયા સમક્ષ જણાવ્યું હતું. હેક્ટરદીઠ ખેડૂતોને 6800 રૂપિયા સબસીડી જમા કરવાનું નક્કી કરાયું હતું. જેમાં વિસનગર તાલુકાને પણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવતાં શહેર અને તાલુકાના ખેડૂતો દ્વારા સબસીડી ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે ફોર્મ ખેતીવાડી ખાતામાં ગયા બાદ તેની ચકાસણી કરી ઓનલાઇન એન્ટ્રીઓ કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી વિજયભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ખેતીવાડા ખાતાને દરખાસ્તો માટે પત્ર લખી જાણ કરી છે દરખાસ્તો આવ્યાથી આગામી સમયમાં અન્ય ગામોની પણ સબસીડી ખેડૂતોના ખાતામાં જમા થશે.