ઝડપાયા@વિસનગર: 3.90 લાખના ડ્રગ્સ સાથે ગુજરાતમાં ઘુસ્યાં, ATSની ટીમે 2 ઇસમને દબોચ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)
ગુજરાત ATSની ટીમે ભાન્ડુ હાઇવે પરથી બે ઇસમોને 3.90 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપી પાડતાં હડકંપ મચી ગયો છે. ગઇકાલે ચોક્કસ બાતમી આધારે ATSની ટીમે પંચો સાથે રાખી હાઇવે પર વોચ ગોઠવી હતી. જ્યાં બાતમીવાળી કાર આવતાં તેને રોકી તલાશી લીધી હતી. જે બાદમાં કારમા ડ્રાઇવરની સીટ નીચેથી એક પ્લાસ્ટિકની થેલીમાંથી એમ.ડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. એટીએસે બંનેને ઝડપી પાડી કાર્યવાહી દરમ્યાન કુલ કિ.રૂ.9.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે બંને સામે વિસનગર તાલુકા પોલીસ મથકે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના ભાન્ડુ ગામના પાટીયા પાસેથી એટીએસે બાતમી આધારે કારમાંથી એમ.ડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાત ATSની ટીમે ગઇકાલે રાત્રે આશરે 9 વાગ્યે મહેસાણા SOGને સાથે રાખી ભાન્ડુ પાસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી કારને ભાન્ડુ ગામના દરવાજા આગળ જરૂરી આડાશો મુકી રોકાવી હતી. જે બાદમાં બંને ઇસમોને પુછપરછ કરી તપાસ કરતાં અંદરથી એમ.ડી ડ્રગ્સનો 3.90 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, છેક ગુજરાત ATSની ટીમે મહેસાણા જીલ્લામાં કાર્યવાહી કરતાં હડકંપ મચી ગયો છે. એટીએસે કાર્યવાહી દરમ્યાન કારની ડ્રાઇવર સીટની નીચેથી પ્લાસ્ટિકની થેલીમાંથી પીળાશ પડતાં રંગનો પાવડર 3,90,000નું એમ.ડી ડ્રગ્સ ઝડપી પાડ્યુ હતુ.
આ સાથે ઇસમો પાસેથી મોબાઇલ ફોન નં-4 કિ.રૂ. 20,000, રોકડ રકમ રૂ. 45,700 અને કારની કિ.રૂ.5,00,000 મળી કુલ કિ.રૂ. 9,55,700નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે ઝડપાયેલા ઇસમો સામે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(C), 22(B), 29 મુજબ ગુનો નોંધાવ્યો છે.
આ રહ્યાં આરોપીઓના નામ
- સુમિત પ્રવિણભાઇ ઠક્કર, રહે. જયઅંબે પ્રોવિજન સ્ટોર, સાંચોર, તા.સાંચોર, જી.ઝાલોર (રાજસ્થાન)
- રવી બાબુલાલ જોષી, રહે.5-પુરાના પાવરહાઉસ, ગોગાજી મંદીર પાસે, સાંચોર, તા.સાંચોર, જી.ઝાલોર (રાજસ્થાન)