વિસનગર: APMC દ્વારા જરૂરિયાતમંદોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી

અટલ સમાચાર, વિસનગર(મનોજ ઠાકોર) કોરોના મહામારી ને લઈને વડાપ્રધાન મોદીએ 21 દિવસ નું લોક ડાઉન જાહેર કયું છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને ભારે તકલીફ અને જાતે કમાઈને પોતાના પેટનો ખાડો પુરતા હોય એવા જરુરીયાત મંદ લોકો ને કમાવાનુ સાધન બંધ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. આ દરમ્યાન એપીએમસી દ્વારા તાત્કાલિક ધોરણે
 
વિસનગર: APMC દ્વારા જરૂરિયાતમંદોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી

અટલ સમાચાર, વિસનગર(મનોજ ઠાકોર) 

કોરોના મહામારી ને લઈને વડાપ્રધાન મોદીએ 21 દિવસ નું લોક ડાઉન જાહેર કયું છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને ભારે તકલીફ અને જાતે કમાઈને પોતાના પેટનો ખાડો પુરતા હોય એવા જરુરીયાત મંદ લોકો ને કમાવાનુ સાધન બંધ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે.  આ દરમ્યાન એપીએમસી દ્વારા તાત્કાલિક ધોરણે ગરીબ લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વિસનગર ખાતે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન લોકલ પોલીસ દ્વારા સર્વે કરતા જાણવા મળ્યું કે, ગરીબ અને જાતે કમાઈને પોતાના પેટનો ખાડો પુરતા લોકો ભુખ્યા છે અને તેમની પાસે પૈસા નથી.જેથી પોલીસ દ્વારા માનવતા મહેકાવી ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલને જાણ કરતા એપીએમસી દ્વારા તાત્કાલિક ધોરણે ગરીબ લોકોને ભોજનની વ્યવસ્થા કરાઈ હતી.