વિસનગરઃ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્રારા રાહત ફંડમાં રૂ.11 લાખનું દાન

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર) સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ સામે સલામતીના પગલા લેવામાં ગુજરાત સરકારે હાથ ધરેલ કાર્યવાહી સરાહનીય છે. તે બદલ હ્યદય પૂર્વક અભિનંદન. આ મહામારી સામે લડત આપવા સારા નાણાંની જરૂરીયાત મહત્વની છે. આથી આપને કરેલા આહ્વાનના અનુસંધાને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી વિસનગર દ્રારા બેંક ઓફ બરોડા વિસનગર શાખા તરફથી રૂ.11
 
વિસનગરઃ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્રારા રાહત ફંડમાં રૂ.11 લાખનું દાન

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ સામે સલામતીના પગલા લેવામાં ગુજરાત સરકારે હાથ ધરેલ કાર્યવાહી સરાહનીય છે. તે બદલ હ્યદય પૂર્વક અભિનંદન. આ મહામારી સામે લડત આપવા સારા નાણાંની જરૂરીયાત મહત્વની છે. આથી આપને કરેલા આહ્વાનના અનુસંધાને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી વિસનગર દ્રારા બેંક ઓફ બરોડા વિસનગર શાખા તરફથી રૂ.11 લાખનો ચેક પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઉપરાંત ખેતીવાડી ઉત્પન્ન બજાર વિસનગર દ્રારા વિસનગર તાલુકા તથા બજાર વિસ્તારમાં એપીએમસી ડિરેક્ટર એપીએમસી સ્ટાફ, સરપંચો, કોર્પોરેટરો તથા અન્ય આગેવાન સાથે રાખી જરૂરિયાત મંદોને કરિયાણાની કીટો, સેનેટાઇઝર અને માસ્ક વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ સિવાય પણ સરકાર દ્રારા મહામારી સામે લડત આપવા વખતોવખત જે સુચનાઓ આપવામાં આવશે તેનો અમલ કરવા અમે કટિબધ્ધ છીએ.