વિસનગર: જી.ડી. સર્કલથી દારૂની બોટલ મળી આવી, પોલીસની કામગીરી શંકાસ્પદ

અટલ સમાચાર,વિસનગર (કિરણ ઠાકોર) રાજયમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાના અને બીજી વિવિધ સરહદોથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. મહેસાણા જીલ્લામાં પણ પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાએ પણ દારૂબંધીની કડક અમલવારી કરવા સુચના આપેલી છે, ત્યારે વિસનગરના જાહેર માર્ગ પર સર્કલ ઉપર દારૂની ખાલી બોટલ મળી આવતા પોલીસની કામગીરી પર શંકાસ્પદ જણાઇ રહી છે. વિસનગરની
 
વિસનગર: જી.ડી. સર્કલથી દારૂની બોટલ મળી આવી, પોલીસની કામગીરી શંકાસ્પદ

અટલ સમાચાર,વિસનગર (કિરણ ઠાકોર)

રાજયમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાના અને બીજી વિવિધ સરહદોથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. મહેસાણા જીલ્લામાં પણ પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાએ પણ દારૂબંધીની કડક અમલવારી કરવા સુચના આપેલી છે, ત્યારે વિસનગરના જાહેર માર્ગ પર સર્કલ ઉપર દારૂની ખાલી બોટલ મળી આવતા પોલીસની કામગીરી પર શંકાસ્પદ જણાઇ રહી છે.

વિસનગર: જી.ડી. સર્કલથી દારૂની બોટલ મળી આવી, પોલીસની કામગીરી શંકાસ્પદ

વિસનગરની જી.ડી.કન્યા વિધાલય નજીક આવેલ જી.ડી. સર્કલ ઉપર ગતમોડી રાત્રે અસામાજીક તત્વોએ દારૂ પી ઇંગ્લીશ દારૂની ખાલી બોટલ જાહેર સ્થળે મુકી ભાગી ગયા હતા. સોમવારે સવારે જાહેર માર્ગ પર દારૂની ખાલી બોટલ જોવા મળતા પોલીસ કામગીરી પણ શંકાસ્પદ હોવાનું સામાન્ય જનતા અને વિધાર્થીઓને લાગી રહયુ છે.

જી.ડી. સર્કલથી દરરોજ હજારો મુસાફરો અને વિધાર્થીઓ અવર-જવર કરતા હોય છે. ત્યારે અસામાજીક તત્વો મોડી રાત્રે દારૂ પી અને ખાલી બોટલ મુકીને જાણે પોલીસને પડકાર ફેંકી રહયા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા વારંવાર મોટી સંખ્યામાં વિદેશી અને દેશી દારૂ પકડાતો હોય છે. ત્યારે આ બાબતે વિસનગર પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહયુ.