આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

ગુંજા ગામે નવચેતન વિધાલય ગુંજાના સુવર્ણ જ્યંતિ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે હવેના યુગમાં શિક્ષણ વગર ચાલવાનું નથી સારી ખેતી અને સ્વરોજગારી માટે પણ શિક્ષણનું મહત્વ વધતું જાય છે કારણ કે શિક્ષિત વ્યક્તિ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુણવત્તાયુકત ઉત્પાદન આપી શકે છે. આમ શિક્ષણ અને ગુણવત્તા એકબીજાના પુરક છે.
આજે મહેસાણા જિલ્લાના ગુંજા ખાતે શેઠ એમ.એચ.ચૌધરી નવચેતન વિધાલય ગુંજાના સુવર્ણ જ્યંતિ મહોત્સવ 2019નું મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ દિપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યું હતું. અને જણાવ્યું હતું કે રાજ્યમાં શિક્ષણનો સાર્વત્રિક વિકાસ થઇ રહ્યો છે અને ઉચ્ચ શિક્ષણ તરફ આપણે હરણફાળ ભરી રહ્યા છે
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આજના જ્ઞાનના યુગમાં સમગ્ર વિશ્વ સાથે આપણે સ્પર્ધામાં ઉભા રહેવાનું છે અને તેમાં શિક્ષણ મહત્વનું પરીબળ છે.જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે શિક્ષણનું આધુનિકરણ કરવા ક્ષેત્રે આગળ વધી રહેલ છે .જે માટે રાજ્ય સરકારે રૂ.27 હજાર કરોડની શિક્ષણ વિકાસ પાછળ ફાળવણી કરી છે, રાજ્યમાં શેહર જેવું શિક્ષણ છેવાડના ગામડા સુધી મળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આધુનિક યુગમાં વર્ચ્યુઅલ એજ્યુકેશનનું મહત્વ વધતું જાય છે અને કોમ્પ્યુટર,ટેબ્લેટ અને સ્ક્રીન પર દશ્ય શ્રાવ્યના સાધનો દ્વારા ધોરણ 07 અને 08માં શિક્ષણ આપવાના પ્રયાસો કર્યા છે.જેને લીધે બાળકો સારી રીતે ભણશે અને તેમની જીજ્ઞાસાવૃતિમાં વધારો થશે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કન્યા કેળવણી પર ભાર મુક્યો હતો અને શાળામાં ડ્રોપ આઉટ રેશીયો ઘટાડી સાક્ષરતા વધારવાના રાજ્ય સરકારના પ્રયાસોની જાણકારી આપી હતી.

મુખ્યમંત્રીએ પુલવામાં થયેલ હુમલામાં શહિદી વહોરનાર શહિદોને યાદ કરીને તેમણે શ્રધ્ધાંજલી પાઠવી હતી. અને શહિદોની શહિદી એળે નહી જાય તેમ જણાવ્યું હતું.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગુંજા ગ્રામજનો દ્વારા શિક્ષણની જ્યોત પ્રજવ્લીત રાખવાના જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે સરાહાનીય છે.તેમણે સમાજના દાયિત્વમાં શિક્ષણનું દાન ખુબજ મોટું હોય છે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. કન્યા કેળવણી નિધિમાં ઉત્તેજક મંડળ દ્વારા રૂ,01 લાખ 01 હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીદ્વારા મુખ્ય દાતા દલસંગભાઇ ચૌધરી સહિત દાતાઓ અને ભુતપુર્વ વિધાર્થીઓનું સ્વાગત કરાયું હતું
આ પ્રસંગે ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ, પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઇ,અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરીભાઇ ચૌધરી,બનાસ બેન્કના ચેરમેન મસોતભાઇ,એ.પી.એમ.સી.ના ચેરમેન માવજીભાઇ દેસાઇ,વિજાપુર એ..પી.એમ.સીના વાઇસ ચેરમેન કનુંભાઇ ચૌધરી ,ગુંજા કેળવણી મંડળના પ્રમુખ વિજયભાઇ ચૌધરી,ગ્રામ ગૃહનિર્માણ બોર્ડ ગુજરાતના ડિરેકટર અશોકભાઇ ચૌધરી સહિત વિધાર્થીઓ,વાલીઓ અને ઉત્તેજક મંડળના ટ્રસ્ટ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code