વિસનગર: નાગરિક બેંકના બાકીદારો પાસે 324 કરોડની વસુલાત મામલે યોજનાની ડેડલાઇનમાં વધારો

અટલ સમાચાર,મહેસાણા વિસનગર નાગરીક બેંકની વિસનગર, અમદાવાદ અને સુરત શાખામાંથી ધિરાણ મેળવનાર બાકીદારો માટે સરકાર દ્વારા યોજના મુકવામાં આવી હતી. વર્ષ 2009માં વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મુકીને માત્ર 6 ટકા વ્યાજ સાથે મુડી ભરવા કહ્યું હતું. આ યોજનાને 2017માં બીજી વખત લંબાવવામાં આવી હતી. તેની મુદત પૂર્ણ થતાં આગામી તા.30/09/2019 સુધી ડેડલાઇન લંબાવી અપાઇ
 
વિસનગર: નાગરિક બેંકના બાકીદારો પાસે 324 કરોડની વસુલાત મામલે યોજનાની ડેડલાઇનમાં વધારો

અટલ સમાચાર,મહેસાણા

વિસનગર નાગરીક બેંકની વિસનગર, અમદાવાદ અને સુરત શાખામાંથી ધિરાણ મેળવનાર બાકીદારો માટે સરકાર દ્વારા યોજના મુકવામાં આવી હતી. વર્ષ 2009માં વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મુકીને માત્ર 6 ટકા વ્યાજ સાથે મુડી ભરવા કહ્યું હતું. આ યોજનાને 2017માં બીજી વખત લંબાવવામાં આવી હતી. તેની મુદત પૂર્ણ થતાં આગામી તા.30/09/2019 સુધી ડેડલાઇન લંબાવી અપાઇ છે. 1648 ધિરાણ બાકીદારો પાસેથી હજી પણ રૂપિયા 324.40 કરોડની વસુલાત કરવાની બાકી રહે છે.

ઉતર ગુજરાતની અગ્રણી વિસનગર નાગરીક સહકારી બેંકને વર્ષ 2003માં ફડચામાં લઈ જવામાં આવી હતી. જેથી લાખો થાપણદારોના નાણાં બેંકના સલવાઈ ગયા હતા. બેંકના સત્તાધીશો દ્વારા આડેધડ ધિરાણ કરાતા બેંક ફડચામાં ગઈ હોવાનું જે તે સમયે બહાર આવ્યું હતું. બેંકના તત્કાલીન ચેરમેન ભોળાભાઈ પટેલને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. વિસનગર સ્થિત હેડ ઓફીસ, અમદાવાદ અને સુરત શાખામાંથી મોટાપાયે ધિરાણ કરાયું હતું. જો કે થાપણદારોની રકમ વસુલાત થાય તે માટે બાકીદારો માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં આવી હતી. જેની ત્રણ વખત ડેડલાઇન વધારી વસુલાત પુર્ણ કરવાનું અભિયાન શરૂ થયુ છે.

મહેસાણા જીલ્લા રજીસ્ટ્રાર કચેરીના સુત્રો ઘ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, સરકાર તરફથી બાકીદારો માટે છેલ્લી તક અપાઇ છે. જેમાં વ્યાજ રાહત યોજનાનો લાભ લેવા આગામી 30/09/2019 સુધીની ડેડલાઇન નકકી કરવામાં આવી છે. બાકીદારો ધિરાણની રકમ નહીં ભરે તો બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટનાં હુકમ મુજબ વસુલાત કામગીરી કડક કરવામાં આવી શકે છે. જેમાં તારણમાં રહેલી મિલ્કત પણ જપ્ત કરી જાહેર હરાજીથી તેનું વેચાણ કરી બેંકનું લ્હેણું વસુલવા સુધીની તૈયારી રખાઇ છે.