વિસનગરઃ કડા દરવાજા ચોકડી પાસે મોતનો ભૂવોઃ વાહન ચાલકો ભયભીત

અટલ સમાચાર, મહેસાણા (કિરણબેન ઠાકોર) વિસનગર નગરપાલિકાનો અણધડ વહિવટ ચોમાસા પહેલા જ બહાર આવી રહ્યો છે. છેલ્લા 7 દિવસથી વિસનગર-વિજાપુર હાઈવે જતાં રામદેવપીર મંદિર આગળ મોત સમાન ભુવો કડા દરવાજા નજીક આવેલ ચોકડી ઉપર યમરાજ બની દેખા દઈ રહ્યો છે. જેને લઈ અહીંથી પ્રતિદિન પસાર થતા હજારો વાહન ચાલકોમાં ભય પેદા થયો છે. વિસનગર વિજાપુર
 
વિસનગરઃ કડા દરવાજા ચોકડી પાસે મોતનો ભૂવોઃ વાહન ચાલકો ભયભીત

અટલ સમાચાર, મહેસાણા (કિરણબેન ઠાકોર)

વિસનગર નગરપાલિકાનો અણધડ વહિવટ ચોમાસા પહેલા જ બહાર આવી રહ્યો છે. છેલ્લા 7 દિવસથી વિસનગર-વિજાપુર હાઈવે જતાં રામદેવપીર મંદિર આગળ મોત સમાન ભુવો કડા દરવાજા નજીક આવેલ ચોકડી ઉપર યમરાજ બની દેખા દઈ રહ્યો છે. જેને લઈ અહીંથી પ્રતિદિન પસાર થતા હજારો વાહન ચાલકોમાં ભય પેદા થયો છે.

વિસનગર વિજાપુર હાઇવે જતાં રામદેવપીરના મંદિરની આગળ કડા દરવાજા પાસેની ચોકડી પર જ પડેલ મોટા ખાડાથી મંદિરમાં આવતા જતાં દર્શનાર્થીઓને પણ ભારે તકલીફ પડી રહી છે. આમછતાં આજદિન સુધી એક માથોળુ જેટલો પડેલો ખાડો જેમના તેમ છે. હજુ તો ચોમાસુ શરૂ પણ નથી થયું ત્યાં એક અઠવાડીયાથી વાહન ચાલકો સામે યમ બની બેઠેલી પરિસ્થિતિ નગરપાલિકા સામે આંગળી ચીંધી રહી છે. ચોમાસુ શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી હોઈ પ્રિ-મોન્સુન પ્લાન માટે વિસનગર પાલિકા બે ધ્યાન હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈ શહેરીજનોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ ઉદભવ્યો છે.

સ્થાનિક તંત્ર અકસ્માતની રાહ જોઈ બેઠી છે?

વિસનગર શહેરનો કડા દરવાજા પોશ એરીયા ગણાય છે. તેમછતાં અહીં એક અઠવાડીયાથી મોટો ભૂવો સ્થાનિક તંત્રના આંખે ચડ્યો નહી હોય? કે પછી તેરી ભી ચુપ મેરી ભી ચુપથી વહિવટ ચાલી રહ્યો છે. અહીંથી પસાર થતા શહેરીજનો, શ્રધ્ધાળુઓ અને વાહન ચાલકો કહી રહ્યા છે કે, શું વિસનગરનું સ્થાનિક તંત્ર કોઈ માસુમનો ભોગ લેવાય તેવા અકસ્માતની રાહ જોઈ બેઠું છે?