વિસનગરઃ કાજીઅલીયાસણના યુવક દ્વારા યુવતિ પર બળાત્કાર ગુજાર્યો

અટલ સમાચાર, મહેસાણા વિસનગર તાલુકાના એક ગામમાં રહેતી યુવતિને લલચાવી ફોસલાવી લગ્ન નોંધણી કરાવી હતી. જે બાદ તેના મિત્રના ત્યાં રોકાઈ યુવતિની ઈચ્છા વિરુદ્ધ બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાતા તાલુકા સહિત જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે. વિસનગર તાલુકા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર એક 18 વર્ષની યુવતિને આરોપી ચૌધરી કિંજલકુમાર રમેશભાઈ રહે.કાજીઅલીયાસણા તા.વિસનગરવાળો લલચાવી
 
વિસનગરઃ કાજીઅલીયાસણના યુવક દ્વારા યુવતિ પર બળાત્કાર ગુજાર્યો

અટલ સમાચાર, મહેસાણા

વિસનગર તાલુકાના એક ગામમાં રહેતી યુવતિને લલચાવી ફોસલાવી લગ્ન નોંધણી કરાવી હતી. જે બાદ તેના મિત્રના ત્યાં રોકાઈ યુવતિની ઈચ્છા વિરુદ્ધ બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાતા તાલુકા સહિત જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

વિસનગર તાલુકા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર એક 18 વર્ષની યુવતિને આરોપી ચૌધરી કિંજલકુમાર રમેશભાઈ રહે.કાજીઅલીયાસણા તા.વિસનગરવાળો લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે અપહરમ કરી લઈ ગયો હતો. અને લગ્નની નોંધણી કરાવી તેના તેના મિત્રના ઘરે ઈચ્છા રોકાણ કરી યુવતિની ઈચ્છા વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. તે અગાઉ પણ આ યુવતિ સગીર વયની હોવા છતાં તેની મરજી વિરુદ્ધ સંબંધ રાખી તેના નગ્ન ફોટોગ્રાફ તથા ક્લીપ વાઈરલ કરવાની ધમકીઓ આપતી હતી.

ભોગ બનનાર યુવતિની ઈચ્છા વિરુદ્ધ અવાર-નવાર ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ યુવતિએ આપતાં વિસનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.