માં વાત્સલ્ય યોજનાના કાર્ડ માટે ત્રણ મહિના બાદની તારીખો અપાતા ઓહાપો

અટલ સમાચાર,વિસનગર ત્રણ-ત્રણ મહિનના વેઇટીંગને લઇ નાગરિકોમાં ભારે રોષ ફેલાયો ગુજરાત સરકાર ઘ્વારા અમલમાં લાવવામાં આવેલ માં વાત્સલ્ય યોજના હેઠળનું આ માં વાત્સલ્ય કાર્ડ કઢાવવા માટે દરેક તાલુકા મથકે તથા જીલ્લા મથકે લાંબી-લાંબી લાઇનો લાગતી હોય છે. પરંતુ મહેસાણા જીલ્લાના વિસનગર ખાતે આ કાર્ડ માટે ત્રણ-ત્રણ મહિનાનું વેઇટીંગ બતાવતા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા
 
માં વાત્સલ્ય યોજનાના કાર્ડ માટે ત્રણ મહિના બાદની તારીખો અપાતા ઓહાપો

અટલ સમાચાર,વિસનગર 

ત્રણ-ત્રણ મહિનના વેઇટીંગને લઇ નાગરિકોમાં ભારે રોષ ફેલાયો 

 

ગુજરાત સરકાર ઘ્વારા અમલમાં લાવવામાં આવેલ માં વાત્સલ્ય યોજના હેઠળનું આ માં વાત્સલ્ય કાર્ડ કઢાવવા માટે દરેક તાલુકા મથકે તથા જીલ્લા મથકે લાંબી-લાંબી લાઇનો લાગતી હોય છે. પરંતુ મહેસાણા જીલ્લાના વિસનગર ખાતે આ કાર્ડ માટે ત્રણ-ત્રણ મહિનાનું વેઇટીંગ બતાવતા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.

મહેસાણા જીલ્લાના નાગરિકોને તબીબી સારવાર માટે રાહત મળે તે માટે અપાતાં મા વાત્સલ્ય કાર્ડનું વિસનગર તાલુકામાં ત્રણ-ત્રણ મહિનાનું વેઇટીંગ ચાલી રહ્યું છે. જેને લઇ નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રોજના 25થી 30 કાર્ડ નીકળતા હોઇ કાર્ડ કઢાવવ આવતા નાગરિકોને તારીખો અપાતી હોવાનુ સ્થાનિકોમાં ચર્ચાઇ રહયું છે.

વિસનગર સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં આવેલી બ્લોક હેલ્થ ઓફિસમાં મા-કાર્ડ કઢાવવાની કામગીરી ચાલે છે. અરજદાર આવકનો દાખલો કઢાવ્યા બાદ નિયત ફોર્મ ભરી કચેરીએ આવતા હોય છે, તેમને ટોકન આપી ત્રણ મહિના બાદની તારીખો અપાય છે. જેથી આ કામગીરી ઝડપી બને તેવી માંગણી ઉઠી છે.