આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં વિસનગરના ધારાસભ્યને સ્થાન મળતાં કાર્યકરો અને તેમના સમર્થકોમાં આનંદ ની લાગણી જોવા મળી રહી છે. વિસનગર 22 વિધાનસભા મત વિસ્તારના સતત ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા ઋષિકેશ પટેલને નવા મંત્રી મંડળમાં સ્થાન મળતા મહેસાણા જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઋષિકેશ પટેલને રાજ્યના આરોગ્ય મંત્રી બનાવવામા આવ્યા છે. આરોગ્ય ઉપરાંત તબીબી શિક્ષણ, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગનો પણ હવાલો સોંપવામા આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ મતવિસ્તાર માં મતદારોના દિલમાં વસેલા છે. સતત પ્રજાની વચ્ચે રહેતા ધારાસભ્ય ની કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી મળતાં કાર્યકરોમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય પટેલે પોતાની કારકિર્દીની શરૂઆત 1990માં ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અડવાણીજીના રથયાત્રા કાર્યક્રમ દરમ્યાન પાર્ટી સાથે સક્રિય કાર્યકર તરીકે જોડાયા હતા. જે બાદમાં ભાજપના કાર્યકર તરીકે તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં સફળતાની જવાબદારી વર્ષ 2007 સુધી નિભાવી હતી. આ તરફ વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલને 2007માં વિસનગર વિધાનસભા ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા. જેમાં તેઓ ચૂંટણી લડી જંગી વિજય મેળવ્યો હતો. વર્ષ 2012 અને 2017માં પાર્ટીએ ફરી એકવાર વિધાનસભા ઉમેદવાર તરીકે તક આપતા તેઓ ચૂંટાઈ આવ્યા હતા.

સૂત્રો જણાવ્યું હતું કે, રાજયના નવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને તબીબી શિક્ષણ, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગનો પણ હવાલો સોંપવામાં આવ્યો છે. ઋષિકેશ પટેલને 2016માં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગરના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. વિસનગર 22 વિધાનસભા મત વિસ્તારમાં માં ઋષિકેશ પટેલ 2007 થી 2021 સુધી ધારાસભ્ય તરીકે કામગીરી કરી છે. આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ માં ટ્રસ્ટી, શ્રી ઉમિયા સંસ્થા, ઉંઝા કારોબારી સભ્ય,તિરુપતિ ફાઉન્ડેશન સાથે પણ સંકળાયેલા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code