વિસનગર પોલીસે દારુ ઝડપ્યો, એકની અટકાયત

અટલ સમાચાર, મહેસાણા વધી રહેલી દારુની બદીને નેસ્તનાબૂદ કરવા જિલ્લા એસ.પી. જાજડીયાની કડક અમલવારીને લઈ વિસનગર પોલીસ સ્ટાફે 89,300ના મુદ્દામાલ સાથે એકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિસનગર પોલીસના એમ.બી.વ્યાસ, પોલીસ ઈન્સ્પેક્ટર વી.પી.પટેલની સુચના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર જે.એલ.બોરીયા, એએસઆઈ અમરતભાઈ, હેડકોન્સ્ટેબલ જયેશસિંહ, રાજેન્દ્રસિંહ, નાગેન્દ્રસિંહ, નટવરસિંહ, પ્રવિણકુમાર પેટ્રોલીંગમાં હતા તેદરમિયાન સચોટ
 
વિસનગર પોલીસે દારુ ઝડપ્યો, એકની અટકાયત

અટલ સમાચાર, મહેસાણા
વધી રહેલી દારુની બદીને નેસ્તનાબૂદ કરવા જિલ્લા એસ.પી. જાજડીયાની કડક અમલવારીને લઈ વિસનગર પોલીસ સ્ટાફે 89,300ના મુદ્દામાલ સાથે એકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિસનગર પોલીસના એમ.બી.વ્યાસ, પોલીસ ઈન્સ્પેક્ટર વી.પી.પટેલની સુચના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર જે.એલ.બોરીયા, એએસઆઈ અમરતભાઈ, હેડકોન્સ્ટેબલ જયેશસિંહ, રાજેન્દ્રસિંહ, નાગેન્દ્રસિંહ, નટવરસિંહ, પ્રવિણકુમાર પેટ્રોલીંગમાં હતા તેદરમિયાન સચોટ માહિતી આધારે વોચ રાખી બેઠા હતા. આ દરમિયાન એક ટાટા સ્પેસીયો ગાડી સવાર ચાવડા અનોપસિંહ ઉર્ફે પપ્પુ વિક્રમસિંહ રહે.કડા પાસપરમીટનો ભારતીય બનાવટનો ઈગ્લીશ દારુની કુલ બોટલો 72 કિ.રૃ.14,400 તથા બીયર ટીન નંગ-24 કિ.રૃ.2,400 તેમજ ગાડી સહિત કુલ રુ.89,300નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ બાબતે વિસનગર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.