આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

વિવેક ઓબેરૉયની પીએમ મોદીના જીવન પર બનેલી ફિલ્મની રિલીઝ ડેટ અંગે એક મોટી ખબર સામે આવી છે. વિવેક ઓબેરૉય આ ફિલ્મમાં પીએમ મોદીનો રોલ કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર લોકોને ખુબ જ પસંદ આવ્યું છે. આ ફિલ્મની રિલીઝ તારીખ થોડી આગળ વધારી છે. પહેલા આ ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ હવે 12 એપ્રિલે રિલીઝ થશે પરંતુ હજુ સુધી તેના અંગે કોઈ અધિકારીક નિવેદન સામે નથી આવ્યું.

આ ફિલ્મ પહેલા 12 એપ્રિલે જ રિલીઝ થવાની હતી પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા તેની રિલીઝ ડેટ બદલીને 5 એપ્રિલ કરી દેવામાં આવી હતી. હવે ફરીથી તેની તારીખ કેમ બદલવામાં આવી તેના વિશે કોઈને સમજમાં નથી આવી રહ્યું.

પીએમ મોદીના જીવન પર બનેલી ફિલ્મની રાહ ઘણા લોકો જોઈ રહ્યા છે અને તેને ટ્રેલરને કારણે લોકોની આતુરતા વધી છે. ઘણા સમય પછી વિવેક ઓબેરોય ફિલ્મમાં જોવા મળી રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code