વિજાપુરઃહિસાબમાં ગોટાળા કરી 22.61 લાખની છેતરપિંડીથી ચકચાર

અટલ સમાચાર, મહેસાણા વિજાપુર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર જય જય કેમેસ્ટી પેઢી ભાગીદારીથી ચાલતી હતી. જેમાં બ્રહ્મભટ્ટ નિતેશભાઈ ભરતભાઈ રહે.સી-403 સિલ્વર સ્ટાર્સ રેસીડેન્સી ચાદલોડીયા-અમદાવાદવાળાએ તા.1-4-17 થી તા.30-4-2018ના સમય દરમિયાન પેઢીના હિસાબમાં કુલ રૂપિયા 22,61,544નો ગોટાળો કરી રકમ ચાઉં કરી ગયો હતો. જે બાબતે ફરિયાદી અજયકુમાર જયદેવલાલ બારોટ રહે.સી-403, રિલ્વર સ્ટાર્સ રેસીડેન્સી ચાદલોડીયા-અમદાવાદને જાણ થતાં
 
વિજાપુરઃહિસાબમાં ગોટાળા કરી 22.61 લાખની છેતરપિંડીથી ચકચાર

અટલ સમાચાર, મહેસાણા

વિજાપુર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર જય જય કેમેસ્ટી પેઢી ભાગીદારીથી ચાલતી હતી. જેમાં બ્રહ્મભટ્ટ નિતેશભાઈ ભરતભાઈ રહે.સી-403 સિલ્વર સ્ટાર્સ રેસીડેન્સી ચાદલોડીયા-અમદાવાદવાળાએ તા.1-4-17 થી તા.30-4-2018ના સમય દરમિયાન પેઢીના હિસાબમાં કુલ રૂપિયા 22,61,544નો ગોટાળો કરી રકમ ચાઉં કરી ગયો હતો.

જે બાબતે ફરિયાદી અજયકુમાર જયદેવલાલ બારોટ રહે.સી-403, રિલ્વર સ્ટાર્સ રેસીડેન્સી ચાદલોડીયા-અમદાવાદને જાણ થતાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વિજાપુર પોલીસે આઈપીસી મુજબ નિતેશ બ્રહ્મભટ્ટ સામે વિશ્વાસઘાત તથા છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.