અમદાવાદ-ગોવા માટે આજથી ST વોલ્વો બસ શરૂ, જાણો કેટલું હશે ભાડું?

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ મુસાફરોને સારી સેવા મળી રહે તે માટે ગુજરાતના વિવિધ શહેરોને જોડતી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આજથી એટલે કે 23મી જાન્યુઆરીથી અમદાવાદથી હરીદ્વાર, વારાણસી અને ગોવાની વોલ્વો બસ શરૂ શરૂ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે નવી બસોને લીલીઝંડી આપશે. આ સાથે જ એસટી
 
અમદાવાદ-ગોવા માટે આજથી ST વોલ્વો બસ શરૂ, જાણો કેટલું હશે ભાડું?

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ મુસાફરોને સારી સેવા મળી રહે તે માટે ગુજરાતના વિવિધ શહેરોને જોડતી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આજથી એટલે કે 23મી જાન્યુઆરીથી અમદાવાદથી હરીદ્વાર, વારાણસી અને ગોવાની વોલ્વો બસ શરૂ શરૂ કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે નવી બસોને લીલીઝંડી આપશે. આ સાથે જ એસટી વિભાગમાં નવા પસંદ કરાયેલા 1954 કંડક્ટરોને નિમણૂંક પત્ર પણ આપવામાં આવશે.
વારાણસી માટે એસટીની વોલ્વો બસ સાંજે આઠ વાગ્યે ઉપડશે. આ બસ ત્રીજા દિવસે વહેલી સવારે 5:30 વાગ્યે વારાણસી પહોંચાડશે. એટલે કે અમદાવાદથી વારાણસી પહોંચવા માટે ટ્રેનમાં જેટલો સમય લાગે છે તેના પહેલા એસટીની બસ વારાણસી પહોંચી જશે.
હરિદ્વાર માટે સવારે 11 વાગ્યે બસ ઉપડશે. આ બસ બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે હરિદ્વાર પહોંચશે. આ માટે મુસાફરે રૂપિયા 2696 ભાડું ચુકવવાનું રહેશે.
અમદાવાદથી ગોવા જવા માટે સાંજે ચાર વાગ્યે એસટીનો વોલ્વો બસ ઉપડશે. આ બસ તમને બીજા દિવસે સાંજે છ વાગ્યે ગોવા પહોંચાડશે. ગોવા માટે રૂપિયા 3320 ભાડું ચુકવવું પડશે. આ ઉપરાંત એસટી બસ બુધવારે 13 નવા રૂટ શરૂ કરશે.
દેશના છ રાજ્ય સાથે એસટી બસની કનેક્ટીવીટી શરૂ કરવામાં આવી રહી છે. હરિદ્વાર, ગોવા અને વારાણસી ઉપરાંત ચંદીગઢ, માટે પણ વોલ્વો બસ શરૂ કરવામાં આવશે. ચંદીગઢ માટે રૂપિયા 2425 ભાડું ચુકવવું પડશે. આ માટે બસ બપોરે બે વાગ્યે ઉપડશે જે ત્રીજા દિવસે સવારે નવ વાગ્યે ચંદીગઢ પહોંચાડશે.