હારીજ અને ચાણસ્મા ખાતે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, પાટણ પાટણ લોકસભા બેઠકની ચૂંટણીમાં મતદાતાઓ તેમના મતનું મુલ્ય સમજે અને વધુમાં વધુ મતદાન કરે તે માટે પ્રેરિત કરવાના આશયથી જીલ્લા ચૂંટણીતંત્ર, પાટણ દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન યોજવામાં આવી રહ્યા છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદારામાં જાગૃતિ આવે તથા વધુમાં વધુ મતદાન થાય તે માટે હારીજ તથા ચાણસ્મા ખાતે દૂધ
 
હારીજ અને ચાણસ્મા ખાતે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, પાટણ

પાટણ લોકસભા બેઠકની ચૂંટણીમાં મતદાતાઓ તેમના મતનું મુલ્ય સમજે અને વધુમાં વધુ મતદાન કરે તે માટે પ્રેરિત કરવાના આશયથી જીલ્લા ચૂંટણીતંત્ર, પાટણ દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન યોજવામાં આવી રહ્યા છે.

આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદારામાં જાગૃતિ આવે તથા વધુમાં વધુ મતદાન થાય તે માટે હારીજ તથા ચાણસ્મા ખાતે દૂધ ડેરી પર મતદાન જાગૃતતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત 10,000થી વધુ મતદારોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત અલગ અલગ બેંકોની મુલાકાત લઇ બેમક સ્ટાફ તથા ગ્રાહકો મળી 2,000થી વધુ મતદારોને મતદાન કરવા પ્રેરણા આપી હતી. આ ઉપરાંત ચિત્ર સ્પર્ધા, મહિલા રેલી, બાઇક રેલી જેવા કાર્યક્રમો દ્વારા મોટી સંખ્યામાં મતદારોને તેમના મતનું મુલ્ય સમજાવી મતદાનના તેમના હક્ક તથા ફરજ અંગે જાણકારી આપી જાગૃતિ અભિયાન સફળ બનાવ્યું હતું.