આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ

લોકસભા ચુંટણી સંદર્ભે વિવિધ જાહેરનામા અને જોગવાઇઓને પગલે બનાસકાંઠા ચુંટણીતંત્ર હરકતમાં છે. આ દરમિયાન જીલ્લાના આકોલી મતદાન મથક કમ્પાઉન્ડમાં કોઈ ઈસમ મોબાઈલ સાથે હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જેથી પ્રિસાઇડીંગ ઓફીસરે કોઇ ગતિવિધિ થાય તે પહેલા સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. આથી, માવસરી પોલીસ મથકની ટીમે વિપુલ નામના ઇસમની અટકાયત કરી હતી.

બનાસકાંઠા જીલ્લાના માવસરી પોલીસ સ્ટેશનને આકોલી પ્રાથમિક શાળા મતદાન મથકથી ચુંટણી નિયમોના ભંગ બદલની જાણ કરવામાં આવી હતી. આથી માવસરી પોલીસ સ્ટેશનના એલ.જી.નકુમ, હીરાભાઇ, હિતેષભાઈ, મીનાક્ષીબેન અને ડાહ્યીબેન સહિતનાએ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આકોલી ગામે બુથ વીઝીટ દરમિયાન

વાવ તાલુકાના આકોલી ગામના વિપુલભાઈ જેમલભાઈ ચૌધરીને મતદાન મથકમા મોબાઈલ સાથે ઝડપી લીધો હતો. ચુંટણીતંત્રની જોગવાઇ મુજબ મતદાન મથકમાં કોઇપણ વિજાણું ઉપકરણ લઇ જવાની મનાઇ છતાં મોબાઇલ પકડાઇ જતા બનાસકાંઠા જીલ્લા ચુંટણીતંત્ર હરકતમાં આવ્યુ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code