મહેસાણા: આવતીકાલે તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત સામે મતદાન

અટલ સમાચાર, મહેસાણા લોકસભા ચૂંટણીના પડઘમની વચ્ચે આવતીકાલે મહેસાણા તાલુકા પંચાયતમાં મતદાન યોજાવાનું છે. પ્રમુખ અને ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તને લઈ બેઠક બોલાવવામાં આવી છે. જેનાથી તાલુકા ભાજપ અને કોંગ્રેસને લોકસભા સાથે વધુ એક દોડધામ આવી છે. કોંગ્રેસ શાસિત મહેસાણા તાલુકા પંચાયતમાં લોકસભા ચૂંટણી ટાણે આંતરિક ઘમાસાણ સામે છે. સત્તાધીશો સામે કોંગ્રેસના કેટલાક સભ્યોએ ભાજપનો
 
મહેસાણા: આવતીકાલે તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત સામે મતદાન

અટલ સમાચાર, મહેસાણા

લોકસભા ચૂંટણીના પડઘમની વચ્ચે આવતીકાલે મહેસાણા તાલુકા પંચાયતમાં મતદાન યોજાવાનું છે. પ્રમુખ અને ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તને લઈ બેઠક બોલાવવામાં આવી છે. જેનાથી તાલુકા ભાજપ અને કોંગ્રેસને લોકસભા સાથે વધુ એક દોડધામ આવી છે.

કોંગ્રેસ શાસિત મહેસાણા તાલુકા પંચાયતમાં લોકસભા ચૂંટણી ટાણે આંતરિક ઘમાસાણ સામે છે. સત્તાધીશો સામે કોંગ્રેસના કેટલાક સભ્યોએ ભાજપનો સાથ લઈ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. આથી સત્તાધીશો કેટલાક દિવસોથી મનામણા કરવા મથી રહ્યા છે. જેમાં એકાદ બેઠક કરીને ઘીના ઠામમાં ઘી પડ્યાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે આવતીકાલે ડેપ્યુટી ડીડીઓ અને સભ્ય સચિવ ટીડીઓની હાજરીમાં મળનારી સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખના રાજકીય ભવિષ્યનુ મતદાન થશે. જેમાં ઠારી મૂકેલી  આગનો તણખો કદાચ ભડકો કરે તેવી સંભાવના જોતાં રાજકારણ ગરમાયું છે.