વાવ કોર્ટનો ચુકાદોઃ ભારતમાં ઘૂંસ મારનાર પાકિસ્તાની નાગરીકને 5 વર્ષની કેદ

અટલ સમાચાર, ડીસા આજે વાવ કોર્ટે સીમા ઓળંગી ભારતમાં ઘૂંસ મારનાર પાકિસ્તાના નાગરિકને 5 વર્ષ અને 6 મહિનાની સજા આપી હતી. વાવ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદામાં વાત જાણે એમ છે કે, 31 જુલાઈની રાતે પાકિસ્તાનનો નાગરિક પોહરા ભાભણીયા ભીલ (કારેગા) નામનો વ્યક્તિ ભારતમાં સીમા ઓળંગી રહ્યો હતો. વાવની અસારા ગામની સીમમાંથી બોર્ડર સીમા ફોર્સ (બીએસએફ)ના જવાનોએ
 
વાવ કોર્ટનો ચુકાદોઃ ભારતમાં ઘૂંસ મારનાર પાકિસ્તાની નાગરીકને 5 વર્ષની કેદ

અટલ સમાચાર, ડીસા

આજે વાવ કોર્ટે સીમા ઓળંગી ભારતમાં ઘૂંસ મારનાર પાકિસ્તાના નાગરિકને 5 વર્ષ અને 6 મહિનાની સજા આપી હતી.

વાવ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદામાં વાત જાણે એમ છે કે, 31 જુલાઈની રાતે પાકિસ્તાનનો નાગરિક પોહરા ભાભણીયા ભીલ (કારેગા) નામનો વ્યક્તિ ભારતમાં સીમા ઓળંગી રહ્યો હતો. વાવની અસારા ગામની સીમમાંથી બોર્ડર સીમા ફોર્સ (બીએસએફ)ના જવાનોએ ઝડપી પાડ્યો હતો. જે ગુના અંગે વાવ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જ્યારે આજ રોજ તેનો ચુકાદો આવ્યો હતો. જેમાં પાકિસ્તાની નાગરિકને 5 વર્ષ અને 6 મહિનાની કેદ ફટકારવામાં આવી હતી.