વરાણા ખોડિયાર માતાજીના મંદિરનો ગોખ અને શિખરો સવા બે કિલો સોનાથી મઢાયાં

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના વરાણા ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિરને રૂ.1 કરોડની કિંમતના સવા બે કિલો સોનેથી મઢવામાં આવ્યું છે. જેમાં માતાજીનું નીજમંદિરનો ગોખ અને દ્વાર તેમજ તેની આસપાસનો ભાગ ઉપરાંત મંદિરના 4 શિખરોને સુવર્ણથી મઢાયા છે. આ કામગીરીમાં 15 કારીગરોને 6 મહિનાનો સમય લાગ્યો હતો. વરાણામાં મહા સુદ એકમથી પૂનમ સુધી
 
વરાણા ખોડિયાર માતાજીના મંદિરનો ગોખ અને શિખરો સવા બે કિલો સોનાથી મઢાયાં

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના વરાણા ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિરને રૂ.1 કરોડની કિંમતના સવા બે કિલો સોનેથી મઢવામાં આવ્યું છે. જેમાં માતાજીનું નીજમંદિરનો ગોખ અને દ્વાર તેમજ તેની આસપાસનો ભાગ ઉપરાંત મંદિરના 4 શિખરોને સુવર્ણથી મઢાયા છે. આ કામગીરીમાં 15 કારીગરોને 6 મહિનાનો સમય લાગ્યો હતો. વરાણામાં મહા સુદ એકમથી પૂનમ સુધી ચાલતા મેળામાં સાતમ, આઠમ અને નોમનું ખાસ મહત્વ છે.