આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ (જગદિશ શ્રીમાળી)

21 જૂને વિશ્વ યોગ દિવસ હોવાથી વડગામ આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટરોએ યોગ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોગ કરાવાય રહ્યા છે. વડગામ તાલુકા મથકે આવેલ જિલ્લાની સૌથી મોટી આયુર્વેદિક હોસ્પિટલમાં યોગ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લોકોને યોગ શીખવાડાય રહ્યા છે. 21જૂન વિશ્વ યોગ દિવસ હોવાથી વડગામ આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટરો દ્વારા લોકોને યોગ શીખવાડી યોગ સપ્તાહની ઉજવણી કરાય રહી છે. યોગ શીખવા માટે લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ માં આવી રહ્યા છે.

વડગામમાં વરવાડિયા જવા માર્ગ પર આવેલી જિલ્લાની સૌથી મોટી આયુર્વેદિક હોસ્પિટલમાં રોજના મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે. જેમાં સાંધાના દુખાવો, ચામડીના રોગો, પેરાલીસીસના દર્દીઓ, ડાયાબિટીસ, પથરી સહિતના રોગોની આયુર્વેદિક દવાઓથી પોતાના રોગથી મુક્તિ મેળવી ચૂક્યા છે. ત્યારે આ હોસ્પિટલના ડોકટરોએ સરકારની સૂચના અનુસાર 21 જૂન વિશ્વ યોગ દિવસ હોવાથી અને આ સપ્તાહમાં 21 જૂન આવતી હોવાથી યોગ સપ્તાહની ઉજવણી કરાઇ રહી છે.

વહેલી સવારે લોકો હોસ્પિટલમાં યોગ કરવા આવે છે. જેમાં તાલુકાના ૩૦ ૪૦ લોકોને પ્રાણાયમ, આસનો અને યોગની માહિતી, તેના ફાયદા અને યોગ શીખવાડવામાં આવી રહ્યા છે. વડગામ આયુર્વેદિક હોસ્પિટલમાં ડૉ.અલ્પેશ ભાઈ જોશી, ડો જીતેન્દ્રભાઈ પ્રજાપતિ અને હોમિયોપેથીક ડોક્ટર કાર્યરત છે. આર્યુવેદિક હોસ્પિટલમાં યોગની કામગીરીથી લોકોમાં આનંદ છવાયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code