રાહતઃ અમદાવાદની પ્રથમ કોરોના દર્દી બનેલી યુવતી સહિત 3ને રજા અપાઈ

અટલ સમાચાર, ડસ્ક સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ 69 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 6 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે આ નેગેટિવ માહોલ વચ્ચે ગુજરાત માટે કેટલાક ગૂડ ન્યૂઝ પણ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા પણ
 
રાહતઃ અમદાવાદની પ્રથમ કોરોના દર્દી બનેલી યુવતી સહિત 3ને રજા અપાઈ

અટલ સમાચાર, ડસ્ક

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ 69 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 6 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે આ નેગેટિવ માહોલ વચ્ચે ગુજરાત માટે કેટલાક ગૂડ ન્યૂઝ પણ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. કોરોનાને પરાસ્ત કરી સ્વસ્થ થયેલા ચાર લોકોમાંથી બે વૃદ્ધ અને બે વિદેશ પ્રવાસ કરીને આવ્યા હતા. જ્યારે બે લોકો વેન્ટીલેટર પર છે અને 59ની હાલત સ્થિર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં આજે(30 માર્ચ) વધુ બે દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં 62 વર્ષની મહિલા અને 65 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. જ્યારે 29 માર્ચે અમદાવાદમાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ બનેલી આંબાવાડીની યુવતી સંપૂર્ણ પણે સ્વસ્થ થઈ જતાં એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ યુવતી ફિનલેન્ડના પ્રવાસેથી આવ્યા પછી કોરોનાનો શિકાર બની હતી. શહેરમાં કોરોનાની બીમારીથી સાજી થનારી પણ તે પ્રથમ યુવતી છે. યુવતી ઘરે આવી ત્યારે ફ્લેટના રહીશોએ થાળી, તાળી, શંખ વગાડીને તેનું સ્વાગત કરી એક સાચું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

લંડનથી આવેલી સુરતની 21 વર્ષની યુવતી સ્વસ્થ થઈ રવિવારે રાત્રે પાર્લેપોઇન્ટ સ્થિત પોતાના ઘરે પહોંચી હતી. છેલ્લા 10 દિવસથી સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી રહી હતી. આ દરમિયાન બે રિપોર્ટ નેગેટિવ આવતા તેને રજા આપવામાં આવી હતી.