વડગામમાં વિદ્યાર્થિનીનું શંકાસ્પદ બીમારીથી મોત

અટલ સમાચાર, વડગામ વડગામ તાલુકા મથકે આવેલી વી.જે.પટેલ હાઈસ્કૂલ માં ધો-10 માં અભ્યાસ કરતી હિરલ સોલંકીનું ગત મોડી રાત્રે અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા વડગામ પંથકમાં ચકચાર મચી ગઇ છે. જાણવા મળતી માહિતી મુજબ વડગામ તાલુકાના મજાદર ગામના હિતેશ કુમાર સોલંકીની પુત્રી નામે હિરલ સોલંકી ઉંમર આશરે 16 વર્ષ વડગામની વિ.જે.પટેલ હાઇસ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ
 
વડગામમાં વિદ્યાર્થિનીનું શંકાસ્પદ બીમારીથી મોત

અટલ સમાચાર, વડગામ

વડગામ તાલુકા મથકે આવેલી વી.જે.પટેલ હાઈસ્કૂલ માં ધો-10 માં અભ્યાસ કરતી હિરલ સોલંકીનું ગત મોડી રાત્રે અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા વડગામ પંથકમાં ચકચાર મચી ગઇ છે.

જાણવા મળતી માહિતી મુજબ વડગામ તાલુકાના મજાદર ગામના હિતેશ કુમાર સોલંકીની પુત્રી નામે હિરલ સોલંકી ઉંમર આશરે 16 વર્ષ વડગામની વિ.જે.પટેલ હાઇસ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થીની એકાએક બીમાર થતા તેને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. પણ તેની તબિયત વધુ લથડતા અમદાવાદ ખાતે રીફર કરવામાં આવી હતી. જેને છેલ્લા દસ દિવસથી અમદાવાદની હૉસ્પીટલમાં સારવાર બાદ ગત મોડી રાત્રીના શંકાસ્પદ બીમારી થી મોત થતા તેના કુટુંબીજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

વિદ્યાર્થીની ડેડ બોડી મજાદર ખાતે લાવવામાં આવી ત્યારે આ અંગેની જાણ હાઈસ્કૂલને થતાં શાળા પરિવારે શ્રદ્ધાંજલિ આપી સ્કૂલ બંધ રાખવામાં આવી હતી.

બ્લોક હેલ્થ ઓફીસર છુ કહે છે?

આ અંગે વડગામ તાલુકા હેલ્થ ઓફીસર વિક્રમદાન ગઢવીએ જણાવ્યું હતું કે આ બેબીનું મોત સ્વાઇનફલુથી નહી પણ તેને હાર્ટની બીમારી હોવાથી નીપજ્યું છે અને તેના રિપોર્ટો ની વધુ તપાસ ચાલી રહી છે.