આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. એક વ્યક્તિ અનેકને સંક્રમિત કરી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકડાઉનનો ભંગ ચલાવી શકાય તેમ નથી. પોલીસ વડા શિવાનંદ ઝાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે કોઇપણ સંજોગોમાં પોલીસ લોકડાઉનનું પાલન કરાવશે. લોકડાઉનનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં અનેક જગ્યાએ પોલીસ અને મેડિકલ ટીમ પર હુમલોના ઘટના બની રહી છે. આ સંજોગોમાં લાલ આંખ કરીને શિવાનંદ ઝાએ કહ્યું છે કે આ પોલીસ અને મેડિકલ ટીમ પર હુમલા કરનાર સામે પાસા સહિતના આકરા પગલા લેવામાં આવશે. શાકમાર્કેટ, બેન્કો અને દુકાનોમાં ડ્રોનથી સર્વેલન્સ રાખવામાં આવશે.

દેશ અને ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કિસ્સાઓને કારણે સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી જે 14 એપ્રિલે પુરો થાય છે. હજી આ લોકડાઉનના સમયને વધારવા માટે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ પણ મુખ્યમંત્રી દ્વારા સૌથી પહેલીવાર કોઈ પ્રતિબંધ હળવો કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કરેલી જાહેરાત પ્રમાણે સાગરખેડુ ભાઈઓને આજથી દરિયામાં જવાની છુટ આપવામાં આવી છે. સાગરખેડુ કુટુંબને પણ પોતાની રોજીરોટી મેળવવા માટે માછલી પકડવાની અને એનું પ્રોસેસિંગ કરવાની તેમજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવાની પણ છૂટછાટ આપવામાં આવી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code