ચેતવણીઃ SBIના ગ્રાહકો થઇ જાય સાવધાન, આ નંબરો પરથી આવી શકે છે ફેક કોલ

અટલ સમાચાર, ડેસ્ક એક એવો સમય જ્યારે કોઇ બેંકના કામ માટે બહાર જવાથી પણ ગભરાઇ રહ્યા છે, તેવા સમયે કાવત્રાબાજો તમારા ખાતામાં હાથ સાફ કરવાનો વધારે પ્રયાસ કરી રહ્યા છે. લોકડાઉન વચ્ચે ફેક કોલ અને મેસેજની ભરમાર થવા લાગી છે. આ ખતરાને જોતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા પોતાનાં ગ્રાહકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
 
ચેતવણીઃ SBIના ગ્રાહકો થઇ જાય સાવધાન, આ નંબરો પરથી આવી શકે છે ફેક કોલ

અટલ સમાચાર, ડેસ્ક

એક એવો સમય જ્યારે કોઇ બેંકના કામ માટે બહાર જવાથી પણ ગભરાઇ રહ્યા છે, તેવા સમયે કાવત્રાબાજો તમારા ખાતામાં હાથ સાફ કરવાનો વધારે પ્રયાસ કરી રહ્યા છે. લોકડાઉન વચ્ચે ફેક કોલ અને મેસેજની ભરમાર થવા લાગી છે. આ ખતરાને જોતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા પોતાનાં ગ્રાહકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાયબર ચોર તમને લોક લોભામણા ઇનામોની લાલચ આપીને તમારા એકાઉન્ટને ખાલી કરી શકે છે. એસબીઆઇએ પોતાના ગ્રાહકોને મેસેજ મોકલીને તે નંબરો પણ જણાવ્યા છે. જેનાથકી તમારી પાસે આવા ફ્રોડકોલઓ આવી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાનાં એસએમએસમાં કહ્યું કે, 1800 યા 1860 થી ચાલુ થનારા નંબરોથી જ તમારી પાસે ફોન આવે તો પોતાનાં ક્રેડિટ કાર્ડ અંગેની કોઇ માહિતી આપવી નહી.

એસબીઆઇએ ટ્વીટ કરતા આ અંગે માહિતી આપી છે. અમારા સહયોગી ઝી બિઝનેસના અનુસાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું કે, કોરોનાવાયરસ સંબંધિત ઇમેઇલ અથવા સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપતા પહેલા ચેક કરી લો કે તેઓ લિંક અથવા પોસ્ટ ઓથેન્ટિંક છે કે નહી તેની સાથે જ કોઇની સાથે પણ પોતાની પર્સનલ અને ફાઇનાન્સિયલ માહિતી શેર ન કરવી.