ચેતવણી@દેશ: SBIમાં નોકરીના નામે થઇ રહી છે છેતરપિંડી, જાણો બેંકે શું કહ્યુ ?

અટલ સમાચાર,ડેસ્ક દેશની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયામાં નોકરી કરવી હજારો યુવાનોનું સપનુ છે. પરંતુ SBIમાં નોકરીનાં આ સપના વચ્ચે છેતરપિંડીનું જોખમ વધી ગયું છે. SBIમાં સરકારી નોકરી આપવાના નામે છેતરપિંડી થઇ રહી છે. ખુદ SBIએ આ જોખમથી અરજકારોને ચેતવણી આપી છે. SBIએ વર્તમાન ભરતીઓ વચ્ચે મળી રહેલી ફરિયાદો વચ્ચે તમામ અરજદારોને એક એલર્ટ
 
ચેતવણી@દેશ: SBIમાં નોકરીના નામે થઇ રહી છે છેતરપિંડી, જાણો બેંકે શું કહ્યુ ?

અટલ સમાચાર,ડેસ્ક

દેશની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયામાં નોકરી કરવી હજારો યુવાનોનું સપનુ છે. પરંતુ SBIમાં નોકરીનાં આ સપના વચ્ચે છેતરપિંડીનું જોખમ વધી ગયું છે. SBIમાં સરકારી નોકરી આપવાના નામે છેતરપિંડી થઇ રહી છે. ખુદ SBIએ આ જોખમથી અરજકારોને ચેતવણી આપી છે. SBIએ વર્તમાન ભરતીઓ વચ્ચે મળી રહેલી ફરિયાદો વચ્ચે તમામ અરજદારોને એક એલર્ટ જારી કર્યુ છે. નવી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે કેટલાંક લોકો SBIના નામે ફેક જૉબ સિલેક્શન લેટર મોકલી રહ્યાં છે. આ સાથે જ બોગસ વેબસાઇટ બનાવીને SBIમાં પદો માટે સિલેક્શનની ફેક લિસ્ટ રજૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ સ્પષ્ટ કહ્યું છે કે, SBIમાં નોકરી અપાવવાના નામે તમારી સાથે છેતરપિંડી થઇ શકે છે. બેન્કે પોતાની ઑફિશિયલ સાઇટ પર જારી એલર્ટમાં કહેવામાં આવ્યુ છે, SBI ક્યારેય પણ સિલેક્ટેડ ઉમેદવારોના નામ જાહેર નથી કરતી. કોઇપણ SBI નોકરીમાં સિલેક્ટેડ ઉમેદવારોનો ફક્ત રોલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર જ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત બેન્ક સિલેક્ટેડ ઉમેદવારોને ઇમેલ, એસએમએસ અને પોસ્ટ દ્વારા સિલેક્શન થયાની જાણકારી આપે છે. આ ઉપરાંત ઉમેદવાર પોતાના ઇન્ટરવ્યુ અને ફાઇનલ રિઝલ્ટ માટે https://www.sbi.co.in/careers અને https://bank.sbi/careers પર જઇ શકો છો.