ચેતવણીઃ ખેડૂતોએ KCC પર લીધેલ નાણા પરત ન કર્યા તો આટલું વ્યાજ આપવું પડશે

અટલ સમાચાર, ડેસ્ક દેશના 7 કરોડથી વધુ કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો માટે આ સમાચાર જાણવા ખૂબ જરૂરી છે. જો 48 દિવસની અંદર ખેડૂતોએ KCC પર લેવામાં આવેલા નાણા પરત ન કર્યા તો તેમણે 4 ટકાને બદલે 7 ટકા વ્યાજ આપવું પડશે. ખેતી પર લોન પર સરકારે 31 ઓગસ્ટ સુધી નાણા જમા કરાવવાની છૂટ આપી છે.
 
ચેતવણીઃ ખેડૂતોએ KCC પર લીધેલ નાણા પરત ન કર્યા તો આટલું વ્યાજ આપવું પડશે

અટલ સમાચાર, ડેસ્ક

દેશના 7 કરોડથી વધુ કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો માટે આ સમાચાર જાણવા ખૂબ જરૂરી છે. જો 48 દિવસની અંદર ખેડૂતોએ KCC પર લેવામાં આવેલા નાણા પરત ન કર્યા તો તેમણે 4 ટકાને બદલે 7 ટકા વ્યાજ આપવું પડશે. ખેતી પર લોન પર સરકારે 31 ઓગસ્ટ સુધી નાણા જમા કરાવવાની છૂટ આપી છે. આ સમયગાળામાં નાણા જમા કરાવતાં ખેડૂતોને 4 ટકા વ્યાજ લાગશે પરંતુ બાદમાં 7 ટકાના દરે વ્યાજ આપવું પડશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામાન્ય રીતે KCC પર લેવામાં આવેલી લોનને 31 માર્ચ સુધી પરત કરવાની હોય છે. ત્યારબાદ ખેડૂત ફરી બીજા વર્ષ માટે નાણા લઈ શકે છે. જે ખેડૂત સમજદાર છે તે સમયસર નાણા જમા કરાવીને વ્યાજની છૂટનો લાભ ઉઠાવી લે છે. બે-ચાર દિવસ બાદ ફરીથી નાણા ઉપાડી લે છે. આ રીતે બેંકમાં તેમનો રેકોર્ડ પણ ઠીક રહે છે અને ખેતી માટે નાણાની ઘટ પણ નથી પડતી.

લૉકડાઉનમાં આપવામાં આવી છૂટઃ મોદી સરકારે લૉકડાઉનને ધ્યાને લેતાં તેને 31 માર્ચથી લંબાવીને પહેલા 31 મે કરી હતી. બાદમાં તેને વધુ લંબાવીને 31 ઓગસ્ટ સુધી કરી દીધી હતી. તેનો અર્થ એ છે કે ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડના વ્યાજને માત્ર 4 ટકા પ્રતિ વર્ષના જૂના રેટ પર 31 ઓગસ્ટ સુધી ચૂકવણી કરી શકે છે. બાદમાં વ્યાજ દર ત્રણ ટકા વધી જશે. ખેતી માટે KCC પર લેવામાં આવતી ત્રણ લાખ સુધીની લોનના વ્યાજ દર આમ તો 9 ટકા છે. પરંતુ સરકાર તેમાં 2 ટકાની સબ્સિડી આપે છે. આ રીતે તે 7 ટકાએ પડે છે. પરંતુ સમયસર પરત કરતાં 3 ટકાની છૂટ આપવામાં આવે છે. આ રીતે તેના દર જાગૃત ખેડૂતો માટે 4 ટકા જ રહી જાય છે.

સામાન્ય રીતે બેંક ખેડૂતોને જાણ કરી 31 માર્ચ સુધી લોન ચૂકવવા માટે કહે છે. પરંતુ તે સમય સુધીમાં લોનની ચૂકવણી નથી કરવામાં આવતી તો બેંક 7 ટકાના દરે વ્યાજ લે છે. કયા આધારે લોન મળે છે? – ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં સ્થિત પ્રથમા બેન્કના બ્રાન્ચ મેનેજર અંકુર ત્યાગીએ જણાવ્યું કે, એક હેક્ટર જમીન પર બે લાખ રૂપિયા સુધીની લોન મળે છે. લોનની મર્યાદા દરેક બેન્કની અલગ-અલગ હોય છે. બેન્ક આપને તેના માટે કિસાન ક્રેડિટ કાર્ડ ઇસ્યૂ કરશે. તેના દ્વારા તમે ક્યારે પણ નાણા ઉપાડી શકો છો.