સાવધાન: વૉટ્સઍપ પર હૅકર કરી રહ્યાં છે સ્કેમ, બચવા માટે કરો આ ઉપાય

અટલ સમાચાર, ડેસ્ક જો તમે OTP આપી દો છો અને તમારુ અકાઉન્ટ હૅક થઇ જાય છે તો હૅકર તમારા સેન્સેટીવ ડેટાનો મિસયુઝ કરી શકે છે અને તમારા અકાઉન્ટ દ્વારા તમારા બીજા મિત્રોના વૉટ્સૅપ હૅક કરી શકે છે. જો ક્યારેય પણ તમારી સામે આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય તો પહેલા તમારા જે તે મિત્રને ફોન કરો
 
સાવધાન: વૉટ્સઍપ પર હૅકર કરી રહ્યાં છે સ્કેમ, બચવા માટે કરો આ ઉપાય

અટલ સમાચાર, ડેસ્ક

જો તમે OTP આપી દો છો અને તમારુ અકાઉન્ટ હૅક થઇ જાય છે તો હૅકર તમારા સેન્સેટીવ ડેટાનો મિસયુઝ કરી શકે છે અને તમારા અકાઉન્ટ દ્વારા તમારા બીજા મિત્રોના વૉટ્સૅપ હૅક કરી શકે છે. જો ક્યારેય પણ તમારી સામે આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય તો પહેલા તમારા જે તે મિત્રને ફોન કરો અને કનફર્મ કરો કે તે જ છે કે નહી. જો તમે OTP નંબર શૅર કરી દેશો તો મોટી તકલીફમાં મુકાઇ જશો.

OTP ગેમ દ્વારા તમારુ અકાઉન્ટ હૅક કરી લેવામાં આવે છે. દાખલા તરીકે તમને તમારા મિત્રના નંબર પરથી એક મેસેજ આવી શકે જેમાં લખ્યુ હોય કે તે કોઇ ઇમરજન્સીમાં છે અને તેને તમારી હેલ્પની જરૂર છે. બાદમાં હૅકર તમારા નંબર પર આવેલ OTP નંબર માંગશે. જેવો તમે તેને નંબર આપશો કે તમારુ અકાઉન્ટ તમારા મોબાઇલમાંથી લોગઆઉટ થઇ જશે અને હૅકર તે અકાઉન્ટ યુઝ કરી શકશે. ક્યારેય પણ તમને જો આ પ્રકારે OTP આવે અને કોઇ તે નંબર માંગે તો તેને આપશો નહી, નહીતર મોટી તકલીફમાં મૂકાઇ જશો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પ્રકારના સ્કેમથી દુર રહેવા માટે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરી દો. ખુબ ઇઝી સ્ટેપ્સમાં તમે આ ફીચર તમારા વૉટ્સૅઍપ પર ઓન કરી શકો છો.

વૉટ્સઍપ ચાલુ કરીને જમણી બાજુના કોર્નર પર ત્રણ ડોટ દેખાશે તેના પર ક્લિક કરો તેમાં સેટિંગનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરીને અકાઉન્ટ સિલેક્ટ કરો.  Two-step verification નામના ઓપ્શન પર ક્લિક કરીને ઓન કરો.  જ્યારે તમે Two-step verification સિલેક્ટ કરશો ત્યારે તમને enable ઓપ્શન દેખાશે જ્યારે તમે enable સિલેક્ટ કરશો ત્યારે તમને 6 ડિજીટનો પિન માંગશે તમારા ફોનમાં કે ઇમેઇલમાં આવેલ નંબર તેમાં એડ કરવાનો રહેશે.  જ્યારે તમે ઇમેઇલ એડ્રેસ વેરિફાય કરશો બાદમાં તમારી Two-step verification એક્ટિવેટ થઇ જશે.