ચેતવણી: ઉત્તર ગુજરાતમાં આવશે વાવાઝોડુ, પવનની ઝડપ 40 કિ.મી.પ્રતિ કલાક
અટલ સમાચાર,મહેસાણા ફાની વાવઝોડાએ ઓરીસ્સામાં તબાહી મચાવ્યા બાદ હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ સાથેના વાવાઝોડાની આગાહી કરી છે. આગામી ૧૦ થી ૧ર મે દરમ્યાન મહેસાણા, પાટણ અને બનાસકાંઠા સહિતના જીલ્લાઓમાં 40 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે. જેથી નાગરિકોએ આ ત્રણ દિવસ દરમ્યાન પુર્વ તૈયારી અને કાળજી રાખવી પડે તેવી નોબત આવી છે.
May 8, 2019, 14:56 IST

અટલ સમાચાર,મહેસાણા
ફાની વાવઝોડાએ ઓરીસ્સામાં તબાહી મચાવ્યા બાદ હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ સાથેના વાવાઝોડાની આગાહી કરી છે. આગામી ૧૦ થી ૧ર મે દરમ્યાન મહેસાણા, પાટણ અને બનાસકાંઠા સહિતના જીલ્લાઓમાં 40 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે. જેથી નાગરિકોએ આ ત્રણ દિવસ દરમ્યાન પુર્વ તૈયારી અને કાળજી રાખવી પડે તેવી નોબત આવી છે.
હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે, દક્ષિણ રાજસ્થાનમાં સર્જાયેલા સાઇકલોનિક સરકયુલેશનના કારણે ૧૦ અને ૧૧ મેના રોજ પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં વાવઝોડું ત્રાટકશે. આ સાથે વરસાદી ઝાપટુ પણ પડવાની સંભાવના છે. સૌથી મહત્વનુ છે કે, વાવાઝોડામાં પવનની ઝડપ ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. વાવાઝોડાની આગાહીને પગલે ઉત્તર ગુજરાત વહીવટી તંત્રને પિવાના પાણીની સમસ્યા વચ્ચે વધુ એક પુર્વ તૈયારીનું લેશન આવ્યુ છે.