સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત સમગ્ર રાજયમાં વિશાળપાયે જળસંચયના કામો યોજાશે

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના પાડણ ખાતે સિંચાઇ અને પાણી પુરવઠા મંત્રી પરબતભાઇ પટેલના હસ્તે સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત વો-ડેમ, આડબંધ અને કરમણીયાસર તળાવના કામનું ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. અંદાજીત રૂ.167.30 લાખના ખર્ચથી થનાર આ કામથી પાડણ, ગોલપ (નેસડા), ચતરાપુરા, અસારા ગામોની અંદાજીત 130 હેકટર જમીનને સિંચાઇનો લાભ મળશે. આ પ્રસંગે મંત્રી
 
સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત સમગ્ર રાજયમાં વિશાળપાયે જળસંચયના કામો યોજાશે

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના પાડણ ખાતે સિંચાઇ અને પાણી પુરવઠા મંત્રી પરબતભાઇ પટેલના હસ્તે સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત વો-ડેમ, આડબંધ અને કરમણીયાસર તળાવના કામનું ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. અંદાજીત રૂ.167.30 લાખના ખર્ચથી થનાર આ કામથી પાડણ, ગોલપ (નેસડા), ચતરાપુરા, અસારા ગામોની અંદાજીત 130 હેકટર જમીનને સિંચાઇનો લાભ મળશે.

આ પ્રસંગે મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે વાવ-થરાદ અને સૂઇગામ જેવા સૂકા વિસ્તારમાં પાણીની કાયમી તંગી નિવારવા સુજલામ-સફલામ જળ સંચય અભિયાન અન્વયે નાનો ડેમ, આડબંધ અને કરમણીયાસર તળાવનું ખાતમૂર્હત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે ઉનાળામાં રાજય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિરાટ પાયે જળસંચય અભિયાન  યોજવામાં આવ્યું હતું જેને ખુબ સારી સફળતા મળતાં આ વર્ષે પણ સમગ્ર રાજયમાં જળ સંચય અભિયાન શરૂ કરવામાં  આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર રાજયમાં વિશાળપાયે જળસંચયના કામો  કરવામાં આવશે. વરસાદના વહી જતાં પાણીને રોકી જમીનમાં ઉતારવાનો આ પુરૂષાર્થ યજ્ઞ આદરવામાં આવ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું.

સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત સમગ્ર રાજયમાં વિશાળપાયે જળસંચયના કામો યોજાશે

મંત્રી પરબતભાઇ પટેલે કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમૃધ્ધ અને શક્તિશાળી રાષ્‍ટ્રનું નિર્માણ થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે વડપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદી જેવા શક્તિશાળી નેતૃત્વના લીધે આજે વિશ્વમાં ભારતનું ગૌરવ વધ્યું છે. તેમણે જણાવ્યું કે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સૌનો સાથ.. સૌનો વિકાસના મંત્રને લઇ તમામ લોકોના વિકાસ માટે કાર્ય કરે છે. મંત્રીએ કહ્યું કે આ સરકારના હૈયે કાયમ ખેડૂતોનું હિત વસેલું છે એટલે જ ખેડૂતોને આર્થિક મદદ કરવા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે જેમાં ૨ હેકટરથી ઓછી જમીન ધરાવતા તમામ ખેડૂતોને રૂ. 6000/-ની સહાય આપવામાં આવે છે. તેમણે ઉમેર્યુ કે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે રૂ.75,000/- કરોડની સહાય ચૂકવવામાં આવશે.

મંત્રી પટેલે જણાવ્યું કે નર્મદાના નીર અને સુજલામ સુફલામ યોજનાથી બનાસકાંઠા જિલ્લાના પશ્વિમ વિસ્તારમાં હરિયાળી પથરાઇ છે અને સુખાકારી આવી છે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં પીવાના પાણી માટે બહેનોને માથા ઉપર બેડાઓ લઇ દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું. પરંતુ હવે તો સમગ્ર રાજ્યમાં પીવાના પાણીની બહુ સરસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પ્રસંગે પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, સૂઇગામ તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબને ચૌધરી, સૂઇગામ સરપંચ વિહાજી રાજપૂત, સિંચાઇ વિભાગના અધિકારી ડી.પી.બારોટ સહિત અગ્રણીઓ, સરપંચઓ અને સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.