જળસ્ત્રાવ@બનાસકાંઠા: ટેન્ડરમાં પારદર્શકતા દાંતામાં સ્પષ્ટ, 9 જૂથમાં અધ્ધરતાલ

અટલ સમાચાર, ગિરીશ જોશી બનાસકાંઠા જિલ્લામાં જળસ્ત્રાવ એકમની કામગીરી અનેક સવાલો વચ્ચેથી પસાર થઈ રહી છે. ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શકતાની ચકાસણીમાં મોટો વળાંક આવ્યો છતાં મુંઝવણ યથાવત છે. ધારેડા ક્લસ્ટરમાં ટેન્ડર રદ્દ કર્યા બાદ વાવ અને થરાદ તાલુકાના કુલ 9 ક્લસ્ટરના ટેન્ડર સામે ગંભીર સવાલો ઉભા થયા છે. એકમાત્ર દાંતા(પશ્વિમ) RFOના નિર્ણય બાદ જળસ્ત્રાવના કરાર આધારિત
 
જળસ્ત્રાવ@બનાસકાંઠા: ટેન્ડરમાં પારદર્શકતા દાંતામાં સ્પષ્ટ, 9 જૂથમાં અધ્ધરતાલ

અટલ સમાચાર, ગિરીશ જોશી

બનાસકાંઠા જિલ્લામાં જળસ્ત્રાવ એકમની કામગીરી અનેક સવાલો વચ્ચેથી પસાર થઈ રહી છે. ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શકતાની ચકાસણીમાં મોટો વળાંક આવ્યો છતાં મુંઝવણ યથાવત છે. ધારેડા ક્લસ્ટરમાં ટેન્ડર રદ્દ કર્યા બાદ વાવ અને થરાદ તાલુકાના કુલ 9 ક્લસ્ટરના ટેન્ડર સામે ગંભીર સવાલો ઉભા થયા છે. એકમાત્ર દાંતા(પશ્વિમ) RFOના નિર્ણય બાદ જળસ્ત્રાવના કરાર આધારિત નોડલની ભૂમિકા મંથન કરવા માટે અત્યંત જરૂરી બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લામાં એકાદ વર્ષ અગાઉ બેચ ત્રણમાં સમાવિષ્ઠ ક્લસ્ટર માટે જળસ્ત્રાવનાં કામો આવ્યા હતા. જેમાં પ્રોજેક્ટ મેનેજરે પારદર્શકતા જાળવવા કેન્દ્રીય ટેન્ડર પ્રક્રિયા કરી હતી. જેના વિરોધમાં સંબંધિતોએ ભૂમિકા ભજવી મોટો ફેરબદલ કરાવ્યો હતો. આ પછી હમણાં થયેલી ટેન્ડર પ્રક્રિયામાં પ્રોજેક્ટ મેનેજરની ભૂમિકા સાઇડ હોઇ ગ્રામ સમિતિ અને નોડલ સત્તાધીશ રહ્યા છે. જેની સામે પારદર્શકતાને લઈ અનેક સવાલો ઉભા થતાં એકમાત્ર દાંતા તાલુકાના ક્લસ્ટરમાં મોટો નિર્ણય લેવાયો હતો.

જળસ્ત્રાવ@બનાસકાંઠા: ટેન્ડરમાં પારદર્શકતા દાંતામાં સ્પષ્ટ, 9 જૂથમાં અધ્ધરતાલ

સૂત્રોએ જણાવ્યું હતું કે, બેચ ત્રણ અને ચાર હેઠળ કુલ 10 ક્લસ્ટર આવે છે. જેમાં દાંતા(પશ્ચિમ) RFOએ ટેન્ડર રદ્દ કર્યા બાદ વાવ અને થરાદના કુલ 9 ટેન્ડર અને તેના નોડલ સવાલો વચ્ચે છે. આ નોડલ અધિકારી ટેન્ડર પ્રક્રિયા પારદર્શક હોવાની ખાત્રી કરશે ? શું 9 ક્લસ્ટરમાં દાંતા તાલુકાના ધારેડા જેવું થયું હશે ? શું કરાર આધારિત નોડલ કર્મચારી દાંતા રેન્જ ફોરેસ્ટ ઓફિસરના નિર્ણય સામે ગંભીર બનશે ? પ્રોજેક્ટ મેનેજરની ભૂમિકા મજબૂત થશે ? આ તમામ સવાલો જળસ્ત્રાવનાં લાભાર્થીઓ માટે અત્યંત મહત્વના બન્યા છે.

ક્લસ્ટર અને તેના નોડલ

  • તડાવ (IWMP 14): મફતભાઇ
  • મોરખા (IWMP 15): ઓખાભાઇ
  • મડકા (IWMP 16): કરણાભાઇ
  • ઉચોસણ (IWMP 17): અર્જુનભાઇ
  • સોનેથ (IWMP 18): વિષ્ણુભાઇ
  • બેણપ (IWMP 19): મગનભાઇ
  • બુકણાં (IWMP 20): હીરાભાઇ
  • ભાચર (IWMP 22): બોચિયાભાઇ
  • અસરાગામ (IWMP 23): ભુરાભાઇ