આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચા, ડેસ્ક

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના વાંઢીયાવાસની ગોળાઇમાં રવિવાના રોજ કંડલાથી કેમીકલ ભરીને આવી રહેલી ટેન્કરની વાવથી 2 કી.મી.ના અંતરે થરાદ રોડ પરના વાંઢીયાવાસની ગોળાઈ ઉપર નીલગાય વચ્ચે આવી જતાં વહેલી સવારે 6 વાગે કેમીકલ ભરેલી ટેન્કર પલટી ખાઈ જતાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં વાવ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ટેન્કરમાં બેઠેલા ક્લીનરનું ગાડીમાંથી પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે મોત થયું હતું. જયારે ડ્રાયવર આદુરામ રહે. બાડમેર-રાજસ્થાનને મામુલી ઈજાઓ થતાં થરાદ ખાતેની સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જયારે મૃતક ક્લી્નરને થરાદ ખાતેની હોસ્પીટલમાં પી.એમ.અર્થે ખસેડાયો હતો. વાવ પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

29 Sep 2020, 8:52 AM (GMT)

COVID-19 Global Stats

33,572,836 Total Cases
1,006,831 Death Cases
24,893,477 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code