આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

15 મી ઓગષ્ટ એટલે સ્વતંત્રત દિવસ અને આઝાદીના પર્વ નિમિત્તે આખાદેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વાવ તાલુકાના લાલપુરા પ્રાથમિક શાળા માં 73માં સ્વતંત્ર દિવસની લાલપુરા ગામના સરપંચ હાહજી ઠાકોરની અધ્યક્ષ સ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ શાળાના બાળકોને પ્રભાત ફેરી ફેરવી બાદ માં વંદે માતરમ ગીત સાથે હાહજી ઠાકોર લાલપુરા ગ્રામ પંચાયત સરપંચે રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને સલામી આપી હતી.

શાળા ની વિદ્યાર્થીની, વિધાર્થીઓ દ્રારા દેશ ભકિતના સાંસ્કૃતિક ક્રાયકર્મ યોજીને સૌ કોઈ હાજર લોકોના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ગામના આગેવાન હીરાજી ઠાકોર ,દાનાભાઇ પટેલ બનાસ ડેરી મંત્રી, રાસેગભાઈ પટેલ, શિવાભાઇ પટેલ, ધનરાજભાઈ પટેલ, સુરેશભાઈ બાપજી, દશરથજી ભુદરજી ઠાકોર, મીરખાનજી ઠાકોર, શાળાના આચાર્ય જગદીશભાઇ પટેલ, દિલીપભાઇ શિક્ષક સાથે લાલપુરા પ્રાથમિક શાળાના શિક્ષક, શિક્ષિકાઓ સહિતના નામી અમાની ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને 73માં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરાઇ હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code