આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ગામે છેલ્લા ત્રણ વર્ષથી મંજુર થયેલી સરકારી માધ્યમિક શાળાની તબિયત ખરાબ હોવાનું સામે આવ્યુ છે. શાળામાં શિક્ષકોના અભાવે દર વર્ષે પરિણામ નબળું આવી રહયુ છે. જેનાથી વિધાર્થીઓની સંખ્યા તબક્કાવાર ઘટતા આજે માંડ 20 રહી છે. જેનાથી કંટાળી ગામના સરપંચે અવાર-નવાર કરેલી રજૂઆતો છતાં બેદરકારી સામે આવી છે.

સાબરકાંઠા ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ગામ નજીક ચાંપલપુર માધ્યમિક શાળા ત્રણ વર્ષ અગાઉ મંજુર થઇ હતી. જેમાં અત્યાર સુધી શાળાનું મકાન ન હોવાથી ભાડેથી ચલાવવામાં આવી રહયુ છે. સરકારી માધ્યમિક શાળામાં ધોરણ-9 થી 10 વચ્ચે એક આચાર્ય સહીત ૪ શિક્ષકોનું મહેકમ છે. જોકે, છેલ્લા 3 વર્ષથી ઇન્ચાર્જ આચાર્ય અને નિવૃત્ત કર્મચારીને શિક્ષક તરીકે લઇ સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શાળાની શરૂઆતથી અત્યાર સુધી ધોરણ 10 નું પરિણામ અત્યંત નિરાશાજનક આવી રહયુ છે. જેનાથી શરૂઆતના 40 વિધાર્થીઓની સંખ્યા ઘટીને માંડ 15 થી 20 રહી છે. સરપંચ સહિતના આગેવાનોએ વિવિધ કક્ષાએ અનેકવાર રજૂઆત કરી શાળાનું મકાન અને કાયમી શિક્ષકો આપવા જણાવેલ છતાં પરિણામ શુન્ય રહયુ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code