હવામાનમાં પલટો આવતા ગુજરાત રાજ્યના આઠ જિલ્લાઓમાં કમોસમી વરસાદ :

અટલ સમાચાર, ડેસ્ક ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના કુલ આઠ જિલ્લાઓમાં સોમવાર બપોર બાદથી મોળી રાત્રિ સુધી કમોસમી વરસાદ પડ્યો હતો. ઉત્તર ભારતના હવામાનમાં અચાનક પલટો આવતા મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર અને કચ્છ સહિત આઠ જિલ્લાઓમાં છુટો છવાયો કમોસમી વરસાદ પડ્યો હતો. મહેસાણા જિલ્લાના ખેરાલુ, પાટણ જિલ્લાના ચાણસ્મા, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા
 
હવામાનમાં પલટો આવતા ગુજરાત રાજ્યના આઠ જિલ્લાઓમાં કમોસમી વરસાદ :

અટલ સમાચાર, ડેસ્ક
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના કુલ આઠ જિલ્લાઓમાં સોમવાર બપોર બાદથી મોળી રાત્રિ સુધી કમોસમી વરસાદ પડ્યો હતો. ઉત્તર ભારતના હવામાનમાં અચાનક પલટો આવતા મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર અને કચ્છ સહિત આઠ જિલ્લાઓમાં છુટો છવાયો કમોસમી વરસાદ પડ્યો હતો.
મહેસાણા જિલ્લાના ખેરાલુ, પાટણ જિલ્લાના ચાણસ્મા, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને પોશીના જામનગર, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાના છુટા છવાયા વિસ્તારમાં તેમજ કચ્છના પૂર્વ વિસ્તારમાં સવારથી જ વાતાવરણમાં એકાએક પલ્ટો આવવાથી માવઠુ થયુ હતું.

ભર શિયાળે કમોસમી વરસાદને પગલે નાગરીકોને ઠંડીનો જાણે ડબલ ડોઝ મળ્યો છે. આ તરફ ખેડૂતોને ઉભા પાકમાં બગાડ થવાની ભીતી સેવાઈ રહી છે. કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ સળંગ 30 મિનીટ સુધી પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જેનાથી રસ્તા પર વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો દેખાયા હતા. હવામાન વિભાગના મત મુજબ આગામી ૨૩ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી પરંતુ ત્યારબાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.