હવામાન@દેશ: ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો પારો ગગડ્યો, નલિયા 7 ડિગ્રી સાથે ઠંડુગાર, આ રાજ્યોમાં વરસાદની આગાહી

 
હવામાન
 ડિસ્ટર્બન્સ મોટાભાગના રાજ્યોને અસર કરી રહ્યું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ઠંડીનો નવા રાઉન્ડ શરુ થયો છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષનાના પગલે ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો પારો ગગડ્યો હતો. રાજ્યમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રીએ પહોંચી ગયું હતું. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર અને છત્તીસગઢમાં વાવાઝોડા અને વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે, જ્યારે કાશ્મીર અને હિમાચલ પ્રદેશના મોટાભાગના ભાગો વાદળછાયું રહેશે અને હિમવર્ષા ચાલુ રહેશે. 

ઉત્તર ભારત કાળા વાદળોની ઝપેટમાં છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટાભાગના રાજ્યોને અસર કરી રહ્યું છે, જેના કારણે વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન પર્વતોમાં હવામાન ફરી બગડી શકે છે. ઉત્તરાખંડમાં વાવાઝોડા, વીજળી અને હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આગામી થોડા દિવસો સુધી વરસાદ અને હિમવર્ષાની આગાહી છે. 

હિમાચલ પ્રદેશના બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં સૂર્યપ્રકાશ સાથે હવામાન ખુશનુમા બની રહ્યું છે. બુધવારે ગુજરાતમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું. આ તાપમાન નલિયામાં નોંધાતા નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. બીજી તરફ મોટાભાગના શહેરોમાં લઘુતમ તપામાન 12 ડિગ્રી આસપાસ રહ્યું હતું.અમદાવાદમાં 13.6 ડિગ્રી, ગાંધીનગરમાં 12.5 ડિગ્રી, ભૂજમાં 11 ડિગ્રી, કંડલા એરપોર્ટ 10.4 ડિગ્રી, ડીસામાં 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.