હવામાન@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ ખેડાના માતરમાં 4.64 ઇંચ

 
વરસાદ
મંગળવારે બનાસકાંઠા, સુરત અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં 4.64 ઇંચ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની માહિતી પ્રમાણે, આજે પણ કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સિઝનનો અત્યાર સુધીમાં 4.82 ટકા વરસાદ થયો છે. 

સૌથી વધુ ખેડાના માતરમાં 4.64 ઇંચ, પંચમહાલના કલોલમાં 3.72 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે મહેમદાબાદમાં 3.36 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે માણસા, લાલપુર અને ધંધુકામાં બે ઇંચ અને તેનાથી વધારે વરસાદ નોંધાયોછે. આ સાથે ડાંગ, નડિયાદ, ડભોઇ, બાયડ, વીરપુર, જાંબુધોડા, નાંદોદ, હાલોલ, નેત્રંગ, વિરમગામ, અમદાવાદ, આણંદ, બોટાદ, ચોટિલા, ઉમરેઠ, બાવળા, ખેડબ્રહ્મા, કરજણ, ઘોઘંબા, સંખેડા, ભાણવડ, વલસાડ, નખત્રાણા, દેહગામ, વ્યારા, વઘઇ, કલ્યાણપુર, વાલોડ, ખેડા,ઓલપાડમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે બનાસકાંઠા, સુરત અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, તાપી, દામણ દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે. સોમવારે હાલાર પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને લઈને લોકોને ભારે ઉકળાટમાંથી રાહત મળી હતી. બીજી બાજુ વરસાદી વાતાવરણ વચ્ચે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો.