હવામાન@ગુજરાત: વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

 
હવામાન
ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતમાં વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવા જઈ રહ્યો છે, જેની સીધી અસર રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તેની અસરમાં ગુજરાતમાં પણ 2 ફેબ્રુઆરી સુધી હવામાનમાં મોટો પલટો જોવા મળશે. રાજ્યના આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સાથે સામાન્ય પવન પણ ફૂંકાઈ શકે છે.

ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ છૂટાછવાયા છાંટા અથવા હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ અને સુરત જેવા શહેરોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કમોસમી વરસાદની સંભાવના નકારી શકાય તેમ નથી.રાહતની વાત એ નથી કે આ પલટો તરત શમી જશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 2 ફેબ્રુઆરી બાદ પણ વધુ હળવા પશ્ચિમી વિક્ષેપ આવશે. ખાસ કરીને 4 થી 8 ફેબ્રુઆરી અને ફરી પાછો 12 ફેબ્રુઆરીદરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.