હવામાન@ગુજરાત: રાજ્યમાં ઠંડી-ગરમીનું મિશ્રણ યથાવત રહેશે, દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળવાની શક્યતા

 
હવામાન
વહેલી સવારે ઠંડી અને દિવસ દરમિયાન ગરમીનું જોર યથાવત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગ અનુસાર રાજ્યના દરિયકાંઠાના વિસ્તારોમાં મોજા ઉછળી શકે છે. જોકે મોજાની તીવ્રતા ઓછી રહેશે. સાવચેતીના ભાગેરૂપે આ વિસ્તારોમાં સ્વેલ સર્જ વોચની ચેતાવણી આપવામાં આવી છે. આજે રાજ્યના તાપમાનમાં કોઇ ઉલટફેર જોવા નહીં મળે.એટલે કે રાત્રે અને વહેલી સવારે ઠંડી અને દિવસ દરમિયાન ગરમીનું જોર યથાવત રહેશે.હવામાન વિભાગ અનુસાર, આજે 5 નવેમ્બર 2026ના રોજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉંચા મોજા ઉછળવાની શક્યતા છે. જેના પગલે આ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

અમરેલી, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉંચા મોજા ઉછળી શકે છે. જોકે આ મોજાઓની તીવ્રતા એટલી બધી નહીં હોય પરંતુ સાવચેતીના ભાગરૂપે સ્વેલ સર્જ વોચની ચેતાવણી આપવામાં આવી છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન ગઇકાલની તુલનામા નીચું ગયું હતું. જેના કારણે રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં ગઇકાલની તુલનામાં 2 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન ગગડ્યું હતું. ઉપરાંત વડોદરા, અમરેલી, ડીસા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાં પણ રાત્રીનો તાપમાનનો પારો ગગડ્યો હતો. જોકે અન્ય ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કે તેનાથી ઉપર રહ્યું હતું.

હવામાન વિભાગ અનુસાર, આજે અને આગામી સાત દિવસ દરમિયાન તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. એટલકે હાલ દિવસ દરમિયાન અનુભવાતી અકળાવી દે તેવી ગરમી આગામી દિવસોમાં યથાવત રહેશે.ગઇકાલે 4 નવેમ્બરના રોજના મહત્તમ તાપમાનની વાત કરીએ તો 37.7 ડિગ્રી સાથે પોરબંદર સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત રાજકોટ 37.5, ભુજમાં 37.4, નલિયામાં 37.2, સુરતમાં 36.7, વેરાવળમાં 36.6, કંડલા પોર્ટમાં 36.5, ડીસામાં 36.3, વલ્લભ વિદ્યાનગરમાં 35.7, મહુવામાં 35.4, વડોદરામાં 35, દ્વારકામાં 35, સુરેન્દ્રનગરમાં 35, ગાંધીનગરમાં 34.8, ભાવનગરમાં 34.7, અમરેલીમાં 33.9, ઓખામાં 32.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 17.5 ડિગ્રી, વડોદરામાં 19.5, ગાંધીનગરમાં 19.5, અમરેલીમાં 19.6, ડીસામાં 19.9, મહુવામાં 19.9, રાજકોટમાં 20.2, અમદાવાદમાં 20.2, ભુજમાં 21.6, કેશોદમાં 21.7, કંડલા પોર્ટમાં 21.8, સુરેન્દ્રનગરમાં 22.5, ભાવનગરમાં 22.6, દ્વારકામાં 24, વેરાવળમાં 24.2, સુરતમાં 24.5, ઓખામાં 26.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.અમદાવાદમાં સામાન્ય રીતે આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહી શકે છે.રાજકોટમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહી શકે છે. આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે.સુરતમાં સામાન્ય રીતે આકાશ સ્વચ્છ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહી શકે છે.વડોદરામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી રહી શકે છે. આજે આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે.