હવામાન@ગુજરાત: આગામી 5 દિવસ કડકડતી ઠંડી બાદ માવઠાનું સંકટ, અંબાલાલની મોટી આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં રાત્રિના સમયે તાપમાનનો પારો ગગડી શકે છે, આગામી સમયમાં પવનની દિશા ફેરફાર થશે જેથી તાપમાનમાં પણ વધઘટ થઈ શકે છે. ખેડૂતો માટે રાહતની વાત એ છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં માવઠાના કોઈ સંકેત નથી, વાતાવરણ ઠંડુ અને શુષ્ક રહેશે.
હાલમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોલ્ડ વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર હાલ ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાય છે. આવનારા 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે તે પછી બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. આગામી 5 દિવસ લધુતમ તેમજ મહત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો સામાન્ય વધારો ઘટાડો જોવા મળી શકે છે. ઉત્તર-પૂર્વથી ફૂંકાઈ રહેલા વાયરાને કારણે કડકડતી ઠંડી પડશે. જેના કારણે વહેલી સવારે અને મોડીરાત્રે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતા આકરી ઠંડી પડશે.
અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવશે. 8થી 10 જાન્યુઆરી દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયા વાતાવરણ રહી શકે છે. કચ્છ, ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ સહિતના ભાગોમાં વાદળો છવાઈ શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. રાજ્યના અમુક વિસ્તાર હળવો વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, દેશ અને રાજ્યમાં અગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. 15 થી 21 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. તેમજ અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. રાજ્યના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થઇ શકે છે. તો 29 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.

