હવામાન@ગુજરાત: આ જિલ્લામાં વરસાદની આગાહી, નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા

 
વરસાદ
22 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ જાહેર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ભારે રાજ્યમાં છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 19 ઑક્ટોબરથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.હવામાન નિષ્ણાતોના મતે, ઓક્ટોબરના અંતમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ આકાર લઇ રહી છે. , જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર ભારતના કેટલાક ભાગોને અસર કરી શકે છે. રાજ્યમાં ફરી એકવાર નવમા નોરતે હળવા વરસાદનું અનુમાન છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદ વરસી શકે છે.અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. વાતાવરણમાં પલટાના કારણે ગુજરાતમાં ન્યૂનતમ અને મહતમ તાપમાનમાં 13-14 ડિગ્રીનો ફરક જોવા મળશે.દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હજી સંપૂર્ણપણે વિદાય થયું નથી. હાલમાં તે પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ અને કર્ણાટક સહિતનાં રાજ્યોમાંથી પાછું ફરી રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે એટલે કે 15 ઓક્ટોબરે ફરી એકવાર દેશનાં 22 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી પણ આપવામાં આવી છે.દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વિદાય લઈ રહ્યું છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD)એ દેશનાં 22 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અનેક રાજ્યોમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ દરમિયાન પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં ભૂસ્ખલન થવાની પણ ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, ભારે પવનની અને વરસાદની આશંકાની સ્થિતિમાં માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.ભારતીય હવામાન વિભાગ (IMD)એ દેશનાં 22 રાજ્યોમાં મુશળધાર વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, કેરળ, આસામ અને અરુણાચલ પ્રદેશમાં હવામાન પલટો આવી શકે છે અને વાદળોની વચ્ચે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. બીજી તરફ, રાજ્યમાં શિયાળાની શરૂઆત પૂર્વે જ ઑક્ટોબર મહિનામાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઑક્ટોબર માસ દરમિયાન ગરમીએ છેલ્લાં 9 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય તાપમાન કરતાં 2 થી 3 ડિગ્રી વધારે છે. આ અગાઉ વર્ષ 2017ના ઑક્ટોબરમાં અમદાવાદમાં પારો 39.4 ડિગ્રીએ પહોંચ્યો હતો, જ્યારે વર્ષ 2024માં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું હતું.