હવામાન@ગુજરાત: અંબાલાલ પટેલે વરસાદ અને ચોમાસાના આગમનને લઈ કરી મોટી આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી ક્યારે થશે તેને લઈ લોકો રાહ જોઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને ચોમાસાના આગમનને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં 10 જૂનની આસપાસ નબળું પડેલું ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે.
ગુજરાતમાં ચોસાના આગામને લઇને અંબાલાલે મોટી આગાહી કરતા કહ્યું છે કે, આગામી 10 જૂન સુધી ગુજરાતમાં ચોસામુ એન્ટ્રી મારી દેશે.તેમની આગાહી અનુસાર, દેશભરમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે, દક્ષિણ ભારતના રાજ્યોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસુ ધીમે ધીમે ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ વર્ષે ચામોસું ખૂબ જ વહેલુ પહોંચ્યું છે. આગામી 10 જૂન સુધી ગુજરાતમાં ચોસામુ એન્ટ્રી મારી દેશે. ગુજરાતમાં ચોમાસાની નવી આગાહી આવી ગઈ છે. નબળું પડેલું ચોમાસું 10 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. નૈઋત્યનું ચોમાસું 12થી 16 જૂન સુધીમાં ગુજરાતને આવરી લેશે તેવું નિષ્ણાતોનું માનવું છે.
હાલના દિવસોમાં રાજ્યમાં ઊંચું તાપમાન અને ભેજનું વધુ પ્રમાણ હોવાથી લોકો બફારાથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે ત્યારે નબળું પડેલુ ચોમાસું 10 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. ઉપરાંત 12થી 16 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. 18 જૂનની આસપાસ બંગાળની ખાડીમાં એક મજબૂત હવાની સિસ્ટમ રચાશે, જે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ લાવી શકે છે. આ સિસ્ટમની અસરથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 5 થી 9 જૂન અણધાર્યો વરસાદ થઈ શકે છે, જે ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, અને સુરેન્દ્રનગર જેવાં વિસ્તારોમાં જોવા મળી શકે છે.