વેપાર@દેશ: આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Updated: Jun 2, 2025, 18:19 IST

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં તેજી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના ચાંદીના ભાવમાં વધઘટ રોજબરોજ જોવા મળી રહી છે. ક્યારેક સોનાના ભાવ વધે તો ક્યારેક ઘટે છે. ત્યારે શુક્રવારની સરખામણીએ આજની વાત કરીએ તો આજે સોનાનો ભાવમાં વધારો થયો છે. 2 જૂનના રોજ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો છે. સોમવારે સોનાનો ભાવ 24 કેરેટ સોનાનો ભાવ 97,700 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 89,600 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
આજે સોમવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 0.4 ટકા વધીને 96,260 પ્રતિ 10 ગ્રામ પહોંચી યો છે જ્યારે ચાંદી 0.34 ટકાની તેજી સાથે 97345 પ્રતિ કિલોગ્રા પર ટ્રેડ થઇ રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે.શુક્રવારે 30મેના રોજ ચાંદીનો ભાવ 99,900 રૂપિયા નોંધાયો હતો. જે આજે એટલે કે 2 જૂનના રોજ વધીને એક લાખ રૂપિયા પ્રતિકિલો થયો છે.