હવામાન@ગુજરાત: અંબાલાલ પટેલની 9થી 12 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, ક્યાં કેટલો વરસાદ પડ્યો?

 
વરસાદ
  33 ડેમ હાઇ એલર્ટ પર 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવી મેઘ ગર્જના સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 9થી 12 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દક્ષિણ ગુજરાત, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરત અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.છેલ્લા 24 કલાકમાં બોરસદ 3.90, ગોધરા 3.74, ગાંધીધામ 2.28, માંડવી 2.17, ભચાઉ 1.89, સિહોર 1.17, ખંભાળિયા 1.17, ડોલવણ 1.50, અંજાર 1.46, નડિયાદ 1.34, સાવલી 1.26, આણંદ 1.22, નખત્રાણા 1, તારાપુર 21, સોજીત્રા 21, અને સંખેડા 21 મીમી વરસાદ પડ્યો.

રાજ્યના જળાશયોમાં આ ચોમાસામાં પાણીની અવિરત આવક થઈ રહી છે. 7 જુલાઈ સુધીમાં 33 ડેમ હાઇ એલર્ટ પર છે. જ્યારે 19 એલર્ટ અને 18ને વોર્નિંગની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. તાપી જિલ્લાના ડોલવણમાં 6.18 ઈંચ વરસાદ પડ્યો હતો, તાપીના વ્યારામાં 3.90 વાલોડમાં 2.91, સોનગઢમાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો, સુબીરમાં 5.28 ઈંચ અને ભુજમાં 5.4 ઈંચ વરસાદ નોંધાયો, સુરતના બારડોલીમાં 4.92 ઈંચ અને પલસાણામાં 4.45 ઈંચ પડ્યો, સુરત શહેરમાં 2.80 ઈંચ વરસાદ ખાબક્યો, કચ્છ જિલ્લાના નખત્રાણામાં 4.4 ઈંચ વરસાદ થયો, ભાવનગર શહેરમાં 2.87, વલ્લભીપુરમાં 4.21, શિહોરમાં 2.56 ઈંચ વરસાદ વરસ્યો, નવસારીના વાંસદામાં 3.54 ઈંચ અને નવસારી શહેરમાં 2.68 ઈંચ વરસાદ પડ્યો, મહીસાગરના બાલાસિનોરમાં 3.43 ઈંચ વરસાદ પડ્યો, અરવલ્લીના મેઘરજમાં 3.1 અને ભરૂચના વાગરામાં 2.60 ઈંચ વરસાદ નોંધાયો હતો.