હવામાન@ગુજરાત: 15 સપ્ટેમ્બરથી વરસાદનો વધુ એક રાઉન્ડ થશે શરૂ, અંબાલાલ પટેલની મોટી આગાહી

 
અંબાલાલ
સપ્ટેમ્બરના અંત સુધીમાં વરસાદનું જોર યથાવત્ રહી શકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આ વર્ષે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં અપરએર સાઇક્લોનિક સરક્યુલેશન, લો-પ્રેશરની સિસ્ટમને લીધે ચોમાસું લંબાવાની શક્યતા છે. જેને કારણે સપ્ટેમ્બરના અંત સુધીમાં વરસાદનું જોર યથાવત્ રહી શકે છે. ખાસ કરીને આ વર્ષે 21થી 24 સપ્ટેમ્બર વરસાદી ઝાપટાથી લઈને હળવા વરસાદની શક્યતા છે. ત્યારબાદ વરસાદની શક્યતા નહિવત્ છે. વરસાદ પડશે તેની પૂરતી અને સ્પષ્ટ માહિતી 19થી 20 સપ્ટેમ્બર આસપાસ આપી શકાશે. જ્યારે 15 સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 16 સપ્ટેમ્બરના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે કરી વરસાદ અંગે મોટી આગાહી કરી છે. નવરાત્રિમાં વરસાદ આવવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી. નવરાત્રિ દરમિયાન પહેલા ગરમી અને બાદમાં વરસાદ પડી શકે છે. છેક છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ આવી શકે છે. 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન વલસાડ અને ડાંગમાં 10 થી 20 મીમી વરસાદ ચાલુ રહી શકે છે. 18 થી 25 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં 1 થી 5 મીમી વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળો જોવા મળશે, પરંતુ વરસાદની શક્યતા નહિવત છે. દરિયાકાંઠા પરથી સિગ્નલ હટાવી લેવામાં આવ્યું છે. જે સૂચવે છે કે દરિયામાં કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી. અંબાલાલના જણાવ્યા અનુસાર, નવરાત્રિ દરમિયાન ગરમી સાથે વરસાદી માહોલ રહેશે. છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતભરમાં વરસાદી ઝાપટાં પડશે. એટલું જ નહિ, દિવાળી આસપાસ પણ વાદળછાયું વાતાવરણ રહેશે. છેક નવેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદી અસર રહી શકે છે. ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમો એક્ટિવ છે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે.