હવામાન@ગુજરાત: ગરમીને લઈને અંબાલાલ પટેલની આગાહી, આજથી આકરી ગરમીનો રાઉન્ડ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે. તેમની આગાહી પ્રમાણે આજથી ગુજરાતમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રી સુધી જશે તો અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી સુધીમાં પહોંચી શકે છે. આ સાથે તેઓએ આગાહી કરી છે કે, આગામી 30 એપ્રિલ થી 5 મે સુધી ગરમીમાં વધઘટ રહી શકે છે. આજથી રાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. જેમાં ઉત્તર ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીથી વધુ તાપમાન જઈ શકે છે. આ સાથે કચ્છના ભાગોમાં તાપમાન 43 ડિગ્રીથી વધુ થઈ શકે છે.
આ તરફ મોરબી, સુરેન્દ્રનગર અને હળવદના ભાગોમાં આકરી ગરમી પડશે તાપમાન 44 ડિગ્રી સુધી જવાની શક્યતા તો રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં તાપમાન 43 ડિગ્રીથી વધું જઈ શકે છે. આગામી 30 એપ્રિલ થી 5 મે સુધી ગરમી વધઘટ રહી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતના કેટલા ભાગોમાં વરસાદ આવી શકે છે. આ સાથે મે ની શરૂઆતમાં પ્રી મોન્સુન એક્ટિવીટી શરૂ થશે તો ઉત્તર ગુજરાત, પંચમહાલ, કચ્છ તથા મધ્ય ગુજરાતના ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદી માહોલ સર્જાશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવી શકે છે. જેમાં ખાસ કરીને 10 મે બાદ ગુજરાતમાં તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી શકે તો 25 મે થી 4 જૂન સુધી વાવાઝોડુ સર્જાઈ શકે છે.