હવામાન@ગુજરાત: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, પવનનું જોર વધશે અને વાદળછાયું વાતાવરણ રહેશે

પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનનું જોર રહેશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે. તારીખ 22 ફેબ્રુઆરીથી લઈને 26 સુધીમાં વાદળ આવશે આ વાતાવરણના કારણે જીરા, ધઉ જેવા પાક પર અસર થઈ શકે છે. કમોસમી વરસાદની પણ તેમણે આગાહી વ્યક્ત કરી છે. માર્ચમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ વરસી શકે છે. પવનનું જોર ગાંધીનગરના વિસ્તારોમાં વધારે રહેશે. તારીખ 17-19 માં પવનનું જોર 20 કીમીથી વધુ રહેશે.
ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પવનનું જોર વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવનનું જોર 22 કીમી રહી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનનું જોર રહેશે. પવનના જોરના કારણે આંબાના પાક પર અસર થઈ શકે છે. માર્ચમાં માસમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ થઈ શકવાની શક્યતા છે. પવનના જોરના કારણે આંબાના પાકને તેની અસર થવાની શક્યતા રહેશે. એક પછી એક આવતા નબળા વેસ્ટર્ન ડિસ્ટબન્સ ચિંતાનો વિષય છે. આગામી ચોમાસા પર પણ તેની અસર થશે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથોરાગઢ અને દેહરાદૂનમાં વરસાદ સાથે વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે.
ઊંચાઈવાળા વિસ્તારોમાં સામાન્ય હિમવર્ષા પણ થઈ શકે છે. હિમાચલ અને કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું કે રવિવારે દિલ્હી-એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવાથી ઝરમર વરસાદ પણ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. સોમવાર અને મંગળવારે (17-18 ફેબ્રુઆરી) હવામાન સ્વચ્છ રહેશે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ રહેશે. આ સાથે હવામાન વિભાગે કહ્યું કે દિલ્હી-એનસીઆરમાં બુધવાર અને ગુરુવાર (19-20 ફેબ્રુઆરી) ફરી એકવાર વાદળછાયું રહેશે.